News Continuous Bureau | Mumbai
મહારાષ્ટ્રના રાજકારણમાં(Maharashtra Politics) ઉથલપાથલ મચી ગઈ છે. ઉદ્ધવ ઠાકરેની(Uddhav Thackeray) શિવસેનાના(Shiv Sena) અસ્તિત્વ સામે જ જોખમ ઊભું થયું છે, ત્યારે પક્ષની અડચણમાં હજી વધારો થવાની શક્યતા છે. શિવસેના સંકટહર્તા ગણાતા અનિલ પરબની(Anil Parab) ગમે ત્યારે ધરપકડ થાય એવી શક્યતાને પગલે શિવસેનામાં ખળભળાટ મચી ગયો છે.
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ રત્નાગીરી જિલ્લાના(Ratnagiri district) દાપોલીમાં(Dapoli) સ્થિત સાઈ રિસોર્ટની(Sai Resort) ખરીદીમાં મની લોન્ડરિંગના(Money laundering) એંગલથી 21 જૂને મહારાષ્ટ્રના પરિવહન પ્રધાન(Minister of Transport) અનિલ પરબની સતત 12 કલાક સુધી પૂછપરછ કરી હતી.
21 જૂને સવારે 11 થી 11 વાગ્યા સુધી 12 કલાકની પૂછપરછ બાદ 22 જૂને EDએ અનિલ પરબને ફરીથી પૂછપરછ માટે બોલાવ્યા છે. જેના કારણે અનિલ પરબની મુશ્કેલીઓમાં વધારો થવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે.
આ સમાચાર પણ વાંચો : મહારાષ્ટ્રમાં રાજકીય ઘમાસાણ વચ્ચે શિવસેના નેતા સંજય રાઉતના ઘરની બહાર લાગ્યા પોસ્ટર- તારું ઘમંડ તો- જુઓ ફોટોસ- જાણો વિગતે
માહિતી અનુસાર, રત્નાગિરી જિલ્લામાં સ્થિત દાપોલીમાં સાઈ રિસોર્ટની ખરીદીના સંદર્ભમાં પરિવહન મંત્રી અનિલ પરબને 21 જૂને ED ઓફિસમાં પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા હતા. આ કેસમાં EDએ અનિલ પરબની લગભગ 12 કલાક સુધી પૂછપરછ કરી હતી. આ પછી, ED અધિકારીઓએ અનિલ પરબને ઘરે જવાની મંજૂરી આપી છે. આ મામલે EDએ અનિલ પરબને 22 જૂને ફરીથી પૂછપરછ માટે બોલાવ્યા છે. જેના કારણે અનિલ પરબની મુશ્કેલીઓ વધવા લાગી છે. એવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે ED બુધવારે આ કેસમાં અનિલ પરબની ધરપકડ કરી શકે છે.