Site icon News Continuous Bureau | Mumbai

ભાજપની તાકાત આટલી બધી વઘી ગઈ  કે પછી શિવસેનાનો પાવર પ્લગ નીકળી ગયો ? પહેલી વાર ભાજપ સીધી શિવસેના ભવન પર પહોંચી અને રાડો થયો; જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો  

મુંબઈ, 17 જૂન 2021

Join Our WhatsApp Channel

ગુરુવાર

વર્ષો સુધી મુંબઈ મહાનગરપાલિકામાં તથા મહારાષ્ટ્ર રાજ્યમાં સત્તામાં ભાગીદાર રહેલા શિવસેના-ભાજપ છુટ્ટા પડી ગયા છે. બંનેના છૂટા પડ્યા પછી કેન્દ્રમાં ભાજપની સરકાર આવ્યા બાદ વર્ષો સુધી મહારાષ્ટ્રમાં નાના ભાઈ રહેલા ભાજપનું જોકે જોર વધી ગયું છે. અત્યાર સુધી શિવસેનાએ હંમેશાં ભાજપને ડરપોક જ ગણાવ્યો છે. જોકે  રામ મંદિરની જમીનને મુદ્દે શિવસેનાના વિધાનથી ભાજપ ઉશ્કેરાઈ ગઈ હતી.રોષે ભરાયેલા ભાજપના કાર્યકર્તાઓએ સીધા દાદરમાં આવેલા શિવસેના ભવન સામે પહોંચીને રાડો કરી નાખ્યો હતો.

 

અયોધ્યામાં રામ મંદિરના નિર્માણ માટે જમીન ખરીદવામાં ગેરરીતિના આરોપ થઈ રહ્યા છે. દેશના વિરોધ પક્ષોએ ભાજપ સામે મોરચો માંડી દીધો છે, ત્યારે શિવસેનાએ પણ આ પ્રકારની તપાસની માગણી કરી હતી.  એટલું જ નહીં પણ સંજય રાઉતે તો વિવાદાસ્પદ નિવેદન પણ આપ્યું હતું. એથી રોષે ભરાયેલા ભાજપના કાર્યકર્તા દાદરમાં શિવસેના ભવન પર સીધા પહોંચી ગયા હતા. જ્યાં બંને પક્ષના કાર્યકર્તા સામસામે થઈ ગયા હતા. નારાબાજી થઈ હતી. જબરદસ્ત ધીંગાણું થયું હતું. બંને પક્ષે અનેક કાર્યકર્તા ઘાયલ થયા હતા.

મુંબઈ મેટ્રો ડીલે થવાથી જાપાન સરકાર નારાજ, ઉદ્ધવ ઠાકરેને પત્ર લખ્યો; આ ગંભીર ચેતવણી આપી, જાણો વિગત

સેના ભવન સામે થયેલા તોફાનને પગલે પોલીસ દોડતી થઈ ગઈ હતી. આ પૂરા બનાવ દરમિયાન જોકે મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરે એક અક્ષર પણ બોલ્યા નહોતા અને સીધા મંત્રાલય પહોંચી ગયા હતા. વર્ષો સુધી શિવસેના ભવન સામે મોરચો કાઢવાની કોઈની હિંમત નહોતી ત્યારે ભાજપની આ હિંમત જોઈને શિવસેનાનું જોર ઘટી ગયું હોવાનું ચર્ચાએ જોર પકડ્યું છે.

Boisar Chain Snatcher Arrested મહિલાની સોનાની ચેઈન લૂંટનાર નવી મુંબઈથી ઝડપાયો બોઈસર પોલીસે ૨૭ વર્ષીય આરોપીને દબોચ્યો, ૧૦૦% મુદ્દામાલ કર્યો રિકવર
Palghar Investment Fraud પાલઘરમાં બોગસ કંપની બનાવી રોકાણકારોને કરોડોનો ચૂનો ૨૨ લોકો પાસેથી ₹૧.૮૫ કરોડ પડાવ્યા, આર્થિક ગુના શાખાએ તપાસ તેજ કરી
Garba Entry Rules Maharashtra ગરબામાં મુસ્લિમોના પ્રવેશ પર મહારાષ્ટ્રમાં ભારે હોબાળો અમૃતા ફડણવીસે VHPના વલણનો કર્યો વિરોધ, કહ્યું ‘તહેવારો સૌ માટે… ‘
Uddhav Thackeray Bow And Arrow Symbol શિંદે જૂથ સામે ઉદ્ધવ ઠાકરેનું નવું રાજકીય પાસું ચૂંટણી પ્રતીક પર સ્ટે લાવવા કમિશન અને અદાલત સમક્ષ જોરદાર દલીલો
Exit mobile version