170
Join Our WhatsApp Community
ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, ૨૨ મે ૨૦૨૧
શનિવાર
તામિલનાડુમાં હવે ડીએમકેની સરકાર છે. મુખ્ય પ્રધાન સ્ટાલિને સત્તા પર આવતાંવેંત પોતાની પાર્ટીના એજન્ડા પર ચાલવાનું શરૂ કરી દીધું છે. સ્ટાલિને સત્તાની કમાન સંભાળ્યા બાદ રાજીવ ગાંધીના હત્યારાઓમાંનો એક એવો પેરીરવલને જેલમાંથી છોડવાના આદેશ આપી દીધા છે. તામિલનાડુ સરકારે તેને ત્રીસ દિવસ માટે રજા આપી છે. ઉલ્લેખનીય છે કે પેરીરવલની જેલમાંથી છૂટવાની અરજી પર રાજ્યપાલ, કોર્ટ કે પછી ભારત સરકારે કોઈ નિર્ણય લીધો નથી, પરંતુ આ પરંપરા તોડીને સ્ટાલિને જાતે ઑર્ડર કાઢીને પેરીરવલને મુક્તિ આપી છે.
તામિલનાડુમાં કૉન્ગ્રેસ પાર્ટી ડીએમકે સાથે સત્તામાં છે. આવા સમયે ડીએમકેએ કૉન્ગ્રેસ પાર્ટીને પૂછ્યું પણ નથી કે તેમણે રાજીવ ગાંધીના હત્યારાઓને જેલમાંથી છોડવા જોઈએ કે નહીં.
You Might Be Interested In