ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 24 સપ્ટેમ્બર, 2021
શુક્રવાર
કર્ણાટક વિધાનસભા સત્ર દરમિયાન એક રમુજી કિસ્સો બન્યો છે. કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને કર્ણાટકના ભૂતપૂર્વ મુખ્યમંત્રી સિદ્ધારમૈયાની ભાષણ આપતી વખતે લૂંગી ખુલી ગઈ અને ઉપસ્થિત તમામ સભ્યો હસવા લાગ્યા.
વિધાનસભા સત્રમાં સિદ્ધારમૈયા વિપક્ષ નેતા તરીકે સંબોધન કરી રહ્યા હતા. મૈસુર ગેંગરેપ પ્રકરણે પોલીસની કામગીરી પર પ્રશ્નો ઉઠાવી રહ્યા હતા. તે સમયે તેમની લૂંગી ખૂલી ગઇ હતી. પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ ડી કે શિવકુમાર હળવેથી આવીને તેમના કાનમાં આ માહિતી આપી. ત્યારે સિદ્ધારમૈયાએ કહ્યું કે લૂંગી બાંધીને પાછો આવું છું. આ બંને નેતાઓની ગુસપુસ વિશે સ્પીકર મધુ બાંગરપ્પાએ પૂછ્યું ત્યારે સિદ્ધારમૈયાએ કીધું કોરોનામાંથી સાજા થયા બાદ તેમનું વજન ચારથી પાંચ કિલો વધી ગયું છે. તેથી લૂંગી ખૂલી ગઈ. આ સાંભળીને બધા હસવા લાગ્યા
મહારાષ્ટ્રના આ જિલ્લામાં આદમખોર વાઘનો આતંક : અત્યાર સુધી આટલા લોકોને ફાડી નાખ્યા
આ ઘટના પર કોંગ્રેસના ધારાસભ્ય રમેશકુમારે કહ્યુ હતુ કે શિવકુમારે પક્ષની છબી બચાવવા માટે સિદ્ધારમૈયાના કાનમાં કહ્યુ પણ તેમણે આખા ગૃહને જાણ કરી દીધી. હવે ભાજપના લોકો આ ઘટનાને લઈને અમારી મશ્કરી કરશે.
ભાજપના લોકોએ લૂંગી બાંધવા માટે ઓફર કરી તો સિદ્ધારમૈયાએ કહ્યુ હું તમારી મદદ નહીં લઉં.