News Continuous Bureau | Mumbai
Western Railway: પશ્ચિમ રેલવેએ મુસાફરીની માંગ અને સુવિધા માટે વિશેષ ભાડા પર છ જોડી વિશેષ ટ્રેનો ( Special trains ) ના ફેરા વિસ્તારીત કર્યા છે.આ ટ્રેનોની વિગતો નીચે મુજબ છે:-
- ટ્રેન નંબર 01920 અમદાવાદ – આગ્રા કેન્ટ ત્રિ-સાપ્તાહિક સુપરફાસ્ટ સ્પેશિયલને 01 સપ્ટેમ્બર, 2024 સુધી લંબાવવામાં આવી છે. એ જ રીતે, ટ્રેન નંબર 01919 આગ્રા કેન્ટ – અમદાવાદ ત્રિ-સાપ્તાહિક સુપરફાસ્ટ સ્પેશિયલને 31 ઓગસ્ટ, 2024 સુધી લંબાવવામાં આવી છે.
- ટ્રેન નંબર 01906 અમદાવાદ – કાનપુર સેન્ટ્રલ સાપ્તાહિક સુપરફાસ્ટ સ્પેશિયલ ( Weekly superfast special Train ) 27 ઓગસ્ટ, 2024 સુધી લંબાવવામાં આવી છે. તેવી જ રીતે, ટ્રેન નંબર 01905 કાનપુર સેન્ટ્રલ – અમદાવાદ સાપ્તાહિક સુપરફાસ્ટ સ્પેશિયલને 26 ઓગસ્ટ, 2024 સુધી લંબાવવામાં આવી છે.
- ટ્રેન નંબર 04166 અમદાવાદ – આગ્રા કેન્ટ સાપ્તાહિક સુપરફાસ્ટ સ્પેશિયલ 29 ઓગસ્ટ, 2024 સુધી લંબાવવામાં આવી છે. તેવી જ રીતે, ટ્રેન નંબર 04165 આગ્રા કેન્ટ – અમદાવાદ સાપ્તાહિક સુપરફાસ્ટ સ્પેશિયલને 28 ઓગસ્ટ, 2024 સુધી લંબાવવામાં આવી છે.
- ટ્રેન નંબર 04168 અમદાવાદ-આગ્રા કેન્ટ સાપ્તાહિક સુપરફાસ્ટ સ્પેશિયલ 26 ઓગસ્ટ, 2024 સુધી લંબાવવામાં આવી છે. તેવી જ રીતે, ટ્રેન નંબર 04167 આગ્રા કેન્ટ-અમદાવાદ સાપ્તાહિક સુપરફાસ્ટ સ્પેશિયલને 25 ઓગસ્ટ, 2024 સુધી લંબાવવામાં આવી છે.
- ટ્રેન નંબર 02200 બાંદ્રા ટર્મિનસ – વીરાંગના લક્ષ્મીબાઈ સાપ્તાહિક સુપરફાસ્ટ સ્પેશિયલ 31 ઓગસ્ટ, 2024 સુધી લંબાવવામાં આવી છે. એ જ રીતે, ટ્રેન નંબર 02199 વીરાંગના લક્ષ્મીબાઈ સાપ્તાહિક સુપરફાસ્ટ સ્પેશિયલને 29 ઓગસ્ટ, 2024 સુધી લંબાવવામાં આવી છે.
- ટ્રેન નંબર 04126 બાંદ્રા ટર્મિનસ – સુબેદારગંજ સાપ્તાહિક સુપરફાસ્ટ સ્પેશિયલ 27 ઓગસ્ટ, 2024 સુધી લંબાવવામાં આવી છે. તેવી જ રીતે, ટ્રેન નંબર 04125 સુબેદારગંજ – બાંદ્રા ટર્મિનસ સુપરફાસ્ટ સાપ્તાહિક સ્પેશિયલને 26 ઓગસ્ટ, 2024 સુધી લંબાવવામાં આવી છે.
આ સમાચાર પણ વાંચો : Taj Mahal: ગંગા જળ ચઢાવવા તાજમહેલ પહોંચી મહિલા, કહ્યું-ભગવાન શિવે સ્વપ્નમાં આવીને આવું કરવા… જાણો વિગતે.
ટ્રેન નંબર, 01920, 01906, 04166, 04168,02200 અને 04126 ના વિસ્તૃત ફેરાનું બુકિંગ 31 જુલાઈ, 2024 થી તમામ PRS કાઉન્ટર્સ અને IRCTC વેબસાઇટ પર શરુ થશે.
ટ્રેનોના સ્ટોપેજ સમય અને સંરચના અંગેની વિગતવાર માહિતી માટે, મુસાફરો કૃપા કરીને www.enquiry.indianrail.gov.in જઈ ને અવલોકન કરી શકે છે.
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.