ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 9 ફેબ્રુઆરી 2022
બુધવાર.
મહારાષ્ટ્ર સરકાર દ્વારા દારુના સુપરમાર્કેટ અને રોડ પર દુકાનોમાં વેચાણના નિર્ણયનો વિરોધ ઉગ્ર બન્યો છે.
વરિષ્ઠ સામાજિક કાર્યકર અણ્ણા હજારેએ સુપરમાર્કેટ અને વૉક-ઇન સ્ટોર્સમાં વાઇન વેચવાના મહારાષ્ટ્ર સરકારના નિર્ણય સામે આંદોલનની જાહેરાત કરી છે.
તેમણે 14 ફેબ્રુઆરીથી અનિશ્ચિતકાળની ભૂખ હડતાળની જાહેરાત કરી છે.
અણ્ણાએ સીએમ ઉદ્ધવ ઠાકરેને એક 'સંસ્મરણાત્મક પત્ર' મોકલ્યો છે. જેમાં તેમણે કહ્યું કે જો સરકાર પોતાનો નિર્ણય પાછો નહીં ખેંચે તો 14 ફેબ્રુઆરીથી ભૂખ હડતાળ પર બેસશે.
નોંધનીય છે કે અગાઉ સુપરમાર્કેટ અને કિરાણા સ્ટોર્સમાં દારૂના વેચાણની મંજૂરી આપવાના નિર્ણયને સામાજિક કાર્યકર્તા અન્ના હજારેએ દુર્ભાગ્યપૂર્ણ ગણાવ્યો હતો.
વડા પ્રધાન કોંગ્રેસ પર ફરી વરસ્યા તો શરદ પવારના કર્યા વખાણઃ કહ્યું શીખો તેમની પાસેથી…