ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 16 ફેબ્રુઆરી 2022
બુધવાર
ગુજરાતના અમરેલી જિલ્લામાં સિંહોના વીડિયો અવારનવાર સામે આવતા રહે છે. રાજ્ય સરકારની અનેક કોશિશો બાદ પણ ગ્રામ્ય વિસ્તારમાં અને હાઈવે પર સિંહના આંટાફેરાના દ્રશ્યો પણ સામે આવતા હોય છે. પરંતુ વિચારો કે તમે કોઈ રસ્તે બાઈક લઈને નીકળ્યા હોય અને સામે સાવજ મળી જાય તો તમારી શું હાલત થાય? સિંહને જોઈ માણસને શું કરવું તેની કંઈ ખબર પડતી નથી. ત્યારે હાલ ગુજરાતીમાં એક કવિતા છે ને 'સામે રાણા સિંહ મળ્યા ને આફત આવી મોટી…' આ યુક્તિ એકદમ બંધ બેસે છે.
હાલ સોશિયલ મીડિયામાં એક વીડિયો વાયરલ થયો છે. જેમાં એક સાંકડા રસ્તામાં બાઇક ચાલક અને સિંહ સામસામે આવી ગયા હતા. આ વ્યક્તિ સિંહને જોઈને એટલો ડરી ગયો હતો કે તેને શું કરવું તેની કંઈ ખબર પડતી નહોતી. આખરે તેણે જે સૂઝ્યું તે કર્યું… સિંહ બાઈક સવારને કંઈ કરવાનો નહોતો, પરંતુ તેમ છતાં બાઈક ચાલકે સિંહથી બચવા માટે હનુમાનદાદાના નામના જાપ શરૂ કર્યા. સદભાગ્યે સિંહે પોતાનો રસ્તો બદલતા બાઈક ચાલકે રાહતનો શ્વાસ લીધો.
અમિત શાહના એક ફોનથી તમિલનાડુના રાજકારણમાં ભૂકંપ સર્જાયો
ઉલ્લેખનીય છે કે થોડા દિવસ પહેલા જિલ્લાના અમરેલી-લીલીયા સ્ટેટ હાઈવે પર પાંચ સિંહનું એક ગ્રુપ શિકારની શોધમાં આવી ચડ્યું હતું. આ સમયે અહીંથી પસાર થતા વાહનચાલકોએ સિંહનો વીડિયો બનાવ્યો હતો. જે સોશિયલ મીડિયામાં વાઈરલ થયો હતો