ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો.
મુંબઈ, 29 ઓક્ટોબર, 2021.
શુક્રવાર.
ક્રુઝ ડ્રગ્સ પ્રકરણમાં વિવાદોથી ઘેરાઈ ગયેલા નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (NCB)ના મુંબઈના ઝોનલ ઓફિસર સમીર વાનખેડેને રાહત મળી છે. બોમ્બે હાઈકોર્ટે તેમની અરજી પર સુનાવણી દરમિયાન તેમની સામે તાત્કાલિક ધોરણે કોઈ કાર્યવાહી નહીં કરવાનો આદેશ આપ્યો છે. સમીર વાનખેડેએ કોર્ટમાં એક અરજી કરી હતી, જેમાં કહેવામાં આવ્યું હતું કે સમીર વાનખેડે વિરુદ્ધ કોઈ સખત કાર્યવાહી કરવામાં ન આવે.
સમીર વાનખેડે પહેલા સેશન્સ કોર્ટમાં મહારાષ્ટ્ર સરકારની કાર્યવાહી સામે ગયા હતા. પરંતુ આર્યનનો કેસ હાઈકોર્ટમાં ચાલી રહ્યો હોવાથી સેશન્સ કોર્ટે કોઈપણ વચગાળાની રાહત આપવાની મનાઈ કરી હતી. ત્યારબાદ ગુરુવારે સમીર વાનખેડેએ હાઈકોર્ટમાં વચગાળાની રાહત માગતી અરજી કરી હતી. સમીર વાનખેડેએ અરજીમાં કહ્યું હતું કે જો તેમની તપાસ કરવામાં આવે તો તે સીબીઆઈને સોંપવામાં આવે. તેમજ તેમણે પોતાની ધરપકડની પણ શંકા વ્યક્ત કરી હતી. તેની સામે રાહત આપવાની માગણી પણ તેમણે કરી હતી.
શું સમેટાઇ રહ્યું છે ખેડૂત આંદોલન? ટિકરી બાદ હવે આ બોર્ડર પર લગાવેલા બેરિકેડ્સ દિલ્હી પોલીસે હટાવ્યા
હાઈકોર્ટે મહારાષ્ટ્ર સરકારને સમીર વાનખેડે સામે તાત્કાલિક કોઈપણ કાર્યવાહી નહીં કરવાનું કહ્યું છે. તેમજ જો તેમની ધરપકડ પણ કરવી હોય તો 3 દિવસ પહેલા તેમને જાણ કરવાની રહેશે.