ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ. 8 ડિસેમ્બર 2021
બુધવાર.
કોરોના રસીનો બીજો ડોઝ લેવાનું ચૂકી ગયા હોય તેવા લાભાર્થીઓને સંપૂર્ણ રસીકરણ કરાવી લેવા માટે મહારાષ્ટ્ર સરકારે એક નવી યોજના બનાવી છે.
પ્રાપ્ત જાણકારી મુજબ રાજ્ય સરકારે 'દસ્તક ઓન ફોન' કાર્યક્રમ હેઠળ તમામ જિલ્લામાં કોલ સેન્ટરો શરૂ કરવાનો આદેશ આપ્યો છે.
વેક્સિન લેવાને યોગ્ય કુલ વસતિના માત્ર 46.49 ટકા (4.25 કરોડ) લોકોનું જ પૂર્ણપણે વેક્સિનેશન કરાયું છે. જે 51 ટકાની રાષ્ટ્રીય સરેરાશ કરતા ઓછું છે.
ડિસેમ્બર સુધીમાં કોવિશિલ્ડનો પહેલો ડોઝ લેનારા 4,85,46,626 લાભાર્થીઓએ હજુ સુધી બીજો ડોઝ લીધો નથી. જ્યારે અન્ય 12,66,261 લોકો બીજો ડોઝ ચૂકી ગયા છે.
પ્રત્યેક જિલ્લામાં કોવિન પોર્ટલ દ્વારા લાભાર્થીઓની મોબાઇલ ફોન નંબર સહિતની માહિતી ઉપલબ્ધ છે. તેથી કોલ સેન્ટરો તથા અન્ય વ્યવસ્થા દ્વારા લાભાર્થીઓનો તેમના ફોન પર સંપર્ક કરી બીજો ડોઝ લેવા જણાવી શકાય છે.