News Continuous Bureau | Mumbai
Express Train : પશ્ચિમ રેલવેએ ( Western Railway ) મુસાફરોની માંગ અને સુવિધાને ધ્યાનમાં રાખીને, ટ્રેન નંબર 19413/19414 અમદાવાદ-કોલકાતા-અમદાવાદ સાપ્તાહિક એક્સપ્રેસનું જબલપુર મંડળના બરગવાં સ્ટેશન પર તાત્કાલિક અસરથી પ્રાયોગિક ધોરણે સ્ટોપેજ આપવાનો નિર્ણય લીધો છે. અમદાવાદ મંડળના વરિષ્ઠ જનસંપર્ક અધિકારી શ્રી પ્રદીપ શર્મા દ્વારા બહાર પાડવામાં આવેલી અખબારી યાદી મુજબ તેની વિગતો નીચે મુજબ છે.
- ટ્રેન નંબર 19413 અમદાવાદ-કોલકાતા એક્સપ્રેસનો ( Ahmedabad-Kolkata Express ) બરગવાં સ્ટેશન પર આગમન-પ્રસ્થાનનો સમય 20:18/20:20 કલાકે રહેશે.
- ટ્રેન નંબર 19414 કોલકાતા-અમદાવાદ એક્સપ્રેસનો બરગવાં ( Bargawan ) સ્ટેશન પર આગમન-પ્રસ્થાનનો સમય 05:46/05:48 કલાકે રહેશે.
આ સમાચાર પણ વાંચો: Ahmedabad: અમદાવાદમાં શાહીબાગ અંડરપાસ વાહનવ્યવહાર માટે રહેશે બંધ, જાણો કયા છે વૈકલ્પિક માર્ગો.
ટ્રેનના સંચાલન સમય, સ્ટોપ અને સનરચનાવિશે વિગતવાર માહિતી માટે, મુસાફરો www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકે છે.
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.