Site icon

Kumbh Mela 2027 Nashik: કુંભમેળો 2027-28: કામોમાં બેદરકારી બદલ પગલાં લેવાશે, મુખ્ય સચિવની કડક સૂચના

મુંબઈ : નાશિક અને ત્ર્યંબકેશ્વર ખાતે યોજાનાર 2027-28ના સિંહસ્થ કુંભમેળાની તૈયારીઓનું રણશિંગુ ફૂંકાઈ ગયું છે. લાખો ભક્તોના આગમનને ધ્યાનમાં રાખીને, રાજ્ય સરકારે આ વર્ષનો કુંભમેળો વધુ ભવ્ય, સુરક્ષિત અને સુનિયોજિત રીતે પાર પાડવાનું લક્ષ્ય રાખ્યું છે.

Kumbh Mela 2027 Nashik કુંભમેળો 2027-28 કામોમાં બેદરકારી બદલ પગલાં લેવાશે

Kumbh Mela 2027 Nashik કુંભમેળો 2027-28 કામોમાં બેદરકારી બદલ પગલાં લેવાશે

News Continuous Bureau | Mumbai

Kumbh Mela 2027 Nashik મુંબઈ : નાશિક અને ત્ર્યંબકેશ્વર ખાતે યોજાનાર 2027-28ના સિંહસ્થ કુંભમેળાની તૈયારીઓનું રણશિંગુ ફૂંકાઈ ગયું છે. લાખો ભક્તોના આગમનને ધ્યાનમાં રાખીને, રાજ્ય સરકારે આ વર્ષનો કુંભમેળો વધુ ભવ્ય, સુરક્ષિત અને સુનિયોજિત રીતે પાર પાડવાનું લક્ષ્ય રાખ્યું છે. મંત્રાલયમાં યોજાયેલી ઉચ્ચ સ્તરીય બેઠકમાં મુખ્ય સચિવ રાજેશ કુમારએ આ સંદર્ભે મહત્ત્વપૂર્ણ નિર્દેશો આપ્યા હતા.
બેઠકમાં કુંભમેળા પ્રાધિકરણ સહિત તમામ સંબંધિત વિભાગોના અધિક મુખ્ય સચિવો, મુખ્ય સચિવો અને સચિવો હાજર રહ્યા હતા. મુખ્ય સચિવે સ્પષ્ટ કર્યું કે, કુંભમેળા સંબંધિત તમામ પ્રાથમિકતાના કામો સમયસર પૂર્ણ કરવા આવશ્યક છે. આ માટે વહીવટી મંજૂરી, ટેન્ડર પ્રક્રિયા અને વર્ક ઓર્ડર (કાર્યાદેશ) તાત્કાલિક પૂર્ણ કરવા જોઈએ.
કુંભમેળો સફળતાપૂર્વક યોજાય તે માટે મુખ્ય સચિવે કેટલાક મુખ્ય કામો સમયસર પૂર્ણ કરવાના આદેશો આપ્યા છે. આ મુખ્ય કાર્યોમાં પરિવહન (દળણવળણ), પાણી પુરવઠો, સ્વચ્છતા અને ઘન કચરા વ્યવસ્થાપન, આરોગ્ય સુવિધાઓ, વિદ્યુત વ્યવસ્થા (લાઈટની વ્યવસ્થા) અને રહેવાની સગવડ નો સમાવેશ થાય છે. આ ઉપરાંત, તેમણે આ તમામ કાર્યો માટે જરૂરી ભંડોળની ઉપલબ્ધતા (ફંડિંગ) સુનિશ્ચિત કરવા માટે પણ તાત્કાલિક કાર્યવાહી કરવાના નિર્દેશો આપ્યા હતા.
મોટા વિસ્તારમાં યોજાનારા કુંભમેળાના અસરકારક વ્યવસ્થાપન માટે ઝોનમાં વિભાજન, સ્વતંત્ર વેબસાઇટ બનાવવી અને કેન્દ્રીય એજન્સીઓ સાથે સંકલન સાધવા પર ભાર મૂકવામાં આવ્યો હતો.

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો :Maharashtra heritage conservation: મહારાષ્ટ્રમાં ઐતિહાસિક વારસાનું જતન: મંદિર-કિલ્લાઓ માટે વિશેષ સંરક્ષણ યોજનાની જાહેરાત

નાશિકના વિભાગીય કમિશનર પ્રવીણ ગાડમ, પ્રાધિકરણના કમિશનર શેખર સિંહ, કલેક્ટર આયુષ પ્રસાદ અને મ્યુનિસિપલ કમિશનર મનીષા ખત્રીએ વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા ચાલી રહેલા અને આગામી કામોની સમીક્ષા રજૂ કરી હતી.
સિંહસ્થ કુંભમેળો 2027-28નું આયોજન સફળતાપૂર્વક પાર પાડવા માટે હવે તમામ સરકારી એજન્સીઓની દોડધામ શરૂ થઈ ગઈ છે.

Thalassemia Mukt Maharashtra: ‘થેલેસેમિયા મુક્ત મહારાષ્ટ્ર’ અભિયાનને મળ્યો બોલિવૂડનો સાથ; અભિનેતા જેકી શ્રોફે સહકાર આપવાની દર્શાવી તૈયારી
Divyang metro fare concession: દિવ્યાંગ પ્રવાસીઓ માટે મેટ્રો ટિકિટમાં રાહતની માગ: દીપક કૈતકેએ CMને લખ્યો પત્ર
Maharashtra heritage conservation: મહારાષ્ટ્રમાં ઐતિહાસિક વારસાનું જતન: મંદિર-કિલ્લાઓ માટે વિશેષ સંરક્ષણ યોજનાની જાહેરાત
Devendra Fadnavis: દિવાળી પહેલા મોટી ખુશખબરી! ફડણવીસ સરકારે અધિકારીઓ માટે કરી ખાસ જાહેરાત, રાજ્યભરમાં ઉત્સવનો માહોલ
Exit mobile version