ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 29 નવેમ્બર, 2021
સોમવાર
નિયંત્રણો ઓછા થતા ની સાથેજ કોરોના ના નવા કેસો માં વધારો નોંધાઈ રહ્યો છે, ઓડિશાના મયૂરભંજ જિલ્લાની સરકારી ગર્લ્સ હાઈસ્કુલની 25 વિદ્યાર્થીઓનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આ અંગે મેડિકલ ઓફિસર ડો.રૂપવાનૂ મિશ્રાએ જણાવ્યું કે વિદ્યાર્થીઓમાં ખાંસી અને શરદીના લક્ષણો હતા. અમે રેપિડ એન્ટીજન્ટ ટેસ્ટ કરાવ્યો હતો. આ દરમિયાન 25 વિદ્યાર્થીઓ સંક્રમિત મળ્યા હતા. હાલ તેમની સ્થિતિ સ્થિર છે. આ પહેલા કર્ણાટકની ધારવાડ મેડિકલ કોલેજમાં ફ્રેશર્સ પાર્ટી પછી સંક્રમિત થયેલાઓની સંખ્યા વધીને 306 થઈ છે. અહીં હજી પણ એક હજારથી વધુ સેમ્પલનો રિપોર્ટ આવવાનો બાકી છે.
મહારાષ્ટ્રના આ મંત્રીએ કર્યો બફાટ, મગજ શાંત રાખવા આપી આ વિચિત્ર સલાહ; જાણો વિગતે