News Continuous Bureau | Mumbai
આજે બપોરના સમયે ભરતડકામાં ગુજરાત(Gujarat)ના ગીર સોમનાથ (Gir Somanath) જિલ્લાના પંથકના આકાશમાં અદભુત ખગોળીય ઘટના(astronomical phenomenon) સર્જાયેલી જોવા મળતા લોકોમાં કુતૂહલ સર્જાયું છે. સૂર્યનારાયણની ફરતે રંગબેરંગી વલય (સર્કલ) જોવા મળતા લોકો અચંબામાં પડી ગયા હતા. આ વાત વાયુવેગે પંથકમાં પ્રસરી જતાં ખગોળીય ઘટનાનો અદભુત નજારો જોવા લોકો બહાર નીકળી પડ્યા હતા. આકાશમાં સૂર્યની ફરતે સર્જાયેલું રંગબેરંગી સર્કલ(Halo sun) ઘણા સમય સુધી જોવા મળ્યું હતું. આ રંગબેરંગી સર્કલ કેમ બન્યું હશે તેને લઈ અનેક પ્રકારની ચર્ચાઓ થઈ રહી છે.
Nature always surprise us ….#NatureBeauty #sunrings #nature
Location : Veraval-Somnath, Gujarat @Hitesh9884 pic.twitter.com/o0JIvigVVb
— VIREN VASAN (@VIREN1897) September 23, 2022
આ ખગોળીય ઘટના અંગે જાણકારોના મતે આવી ઘટના ભારત દેશમાં ભાગ્યે જ જોવા મળે છે, જ્યારે ઠંડા પ્રદેશોમાં નિયમિત જોવા મળે છે. આવાં દૃશ્યો દોઢેક વર્ષ પહેલાં પણ જોવા મળ્યાં હતાં.
આ સમાચાર પણ વાંચો : શિવસેનાની દશેરા રેલી શિવાજી પાર્કમાં જ યોજાશે- બોમ્બે હાઈકોર્ટે આ જૂથને આપી મંજૂરી- પરંતુ અમુક શરતો સાથે