ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો
મુંબઈ, 12 એપ્રિલ 2021
સોમવાર
ગુજરાત હાઇકોર્ટે સુઓમોટો એપ્લિકેશન થકી ગુજરાતમાં લોકડાઉન લાદવુ કે નહીં તે સંદર્ભે સુનાવણી હાથ ધરી હતી. સુનાવણી દરમિયાન તેમણે ગુજરાતમાં આજની પરિસ્થિતિ પર ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે રાજ્ય સરકારને પ્રશ્ન પૂછ્યો હતો કે જો પાન અને બીડીના ગલ્લાઓ બંધ થઈ શકે છે તો ઓફિસ કેમ બંધ થઈ શકતી નથી. આ ઉપરાંત રાજ્ય સરકારને એક પ્રશ્ન પૂછ્યો હતો કે રાજ્ય સરકારે શું નવી ઉપાય યોજના રચી છે તેમજ ગુજરાતમાં જરૂરી દવાઓ નો પુરવઠો અને હોસ્પિટલની ખેંચ કેમ પેદા થઈ છે.
સુનાવણી દરમિયાન ગુજરાત હાઈકોર્ટે રાજ્ય સરકારના પગલાંની ખરાબ શબ્દોમાં ઝાટકણી કાઢી હતી. હવે આગામી સુનાવણી આવતા સપ્તાહે થશે.


Leave a Reply