News Continuous Bureau | Mumbai
દેશભરમાં પાર્ક, રસ્તા અને શહેરના નામ બદલવાની પ્રક્રિયા ઘણા લાંબા સમયથી ચાલી આવી રહી છે ત્યારે આ બધા વચ્ચે બોમ્બે હાઈકોર્ટ (Bombay High Court)નું નામ બદલીને મહારાષ્ટ્ર હાઈકોર્ટ (Maharashtra High Court) કરવાની માગણી કરતી અરજી સુપ્રીમ કોર્ટ દાખલ કરવામાં આવી હતી.
જોકે સુપ્રીમ કોર્ટ(Supreme court) ના જસ્ટિસ અનિરુદ્ધ બોઝની આગેવાની હેઠળની બેંચે આ અરજીને ફગાવી દીધી છે. સાથે સુપ્રીમ કોર્ટે કહ્યું કે આ કેસમાં સંસદીય પ્રક્રિયા છે. કોર્ટ દ્વારા તેમાં દખલ કરી શકાતી નથી. તેથી આ અરજી ફગાવી દેવામાં આવે છે. નાગરિકોના મૂળભૂત અધિકારોનું ઉલ્લંઘન થતું હોય તો તેઓ કોર્ટમાં ફરિયાદ કરી શકે છે, પરંતુ આ કેસમાં એવો કોઈ ઉલ્લેખ નથી.
મીડિયામાં પ્રસારિત અહેવાલો મુજબ આ અરજી 26 વર્ષ સુધી ન્યાયાધીશ તરીકે સેવા આપનાર થાણેના વીપી પાટીલ વતી દાખલ કરવામાં આવી હતી. પાટીલે કહ્યું હતું કે મહારાષ્ટ્ર શબ્દનો ઉચ્ચાર મહારાષ્ટ્રીયન ના જીવનમાં વિશેષ મહત્વ દર્શાવે છે અને તેનો ઉપયોગ હાઈકોર્ટના નામમાં પણ અભિવ્યક્ત થવો જોઈએ.
આ સમાચાર પણ વાંચો: મુંબઈની આ પ્રખ્યાત સરકારી હોસ્પિટલમાંથી મળી આવી બ્રિટિશ યુગની સુરંગ – 130 વર્ષ જૂનો છે ઈતિહાસ- જુઓ વિડીયો
ઉલ્લેખનીય છે કે વર્ષ 1960માં મહારાષ્ટ્ર સરકારે એક આદેશ બહાર પાડ્યો હતો, જેમાં કહેવામાં આવ્યું હતું કે `બોમ્બે હાઈકોર્ટ` હવેથી `મહારાષ્ટ્ર હાઈકોર્ટ` તરીકે ઓળખાશે, પરંતુ આ આદેશનો અમલ થયો ન હતો અને બોમ્બે હાઈકોર્ટનું નામ યથાવત રહ્યું હતું.
વર્ષ 1995માં બોમ્બેનું નામ બદલીને મુંબઈ કરવામાં આવ્યું. તેથી બોમ્બે નામનું શહેર હવે અસ્તિત્વમાં નથી. જોકે હાઈકોર્ટ `બોમ્બે`ના નામે જ રહી છે. વર્ષ 2016માં બોમ્બે હાઈકોર્ટનું નામ બદલીને મુંબઈ હાઈકોર્ટ કરવા માટેનું બિલ સંસદમાં રજૂ કરવામાં આવ્યું હતું. પરંતુ તે બિલ પાસ થઇ શક્યું ન હતું કારણ કે તેના પર સહમતિ બની શકી ન હતી અને તેની સમય મર્યાદા પૂરી થઈ ગઈ હતી.
આ સમાચાર પણ વાંચો: WhatsApp થયું અપગ્રેડ- લોન્ચ કર્યું અત્યાર સુધીનું સૌથી શાનદાર ફીચર- યુઝર્સ જાણીને થઇ જશે ખુશખુશાલ