News Continuous Bureau | Mumbai
મહારાષ્ટ્ર(Maharashtra politics)માં રાજકીય ઉથલપાથલ વચ્ચે મુખ્યમંત્રી એકનાથ શિંદે(CM Eknath Shinde)ને સુપ્રીમ કોર્ટ(Supreme court)માંથી મોટી રાહત મળી છે. સુપ્રીમ કોર્ટે શિવસેના(Shivsena)ના બંને જૂથોના ધારાસભ્યો(MLAs)ને ગેરલાયક ઠેરવવાની કાર્યવાહી પર રોક લગાવી દીધી છે. કોર્ટે કહ્યું કે, નવા સ્પીકર(Speaker) હાલમાં કોઈ પણ ધારાસભ્ય વિરુદ્ધ કોઈ કાર્યવાહી ન કરે.
સુપ્રીમ કોર્ટે શિંદે જૂથના 16 ધારાસભ્યોને ગેરલાયક ઠેરવવાના કેસમાં સુનાવણી મોકૂફ રાખી છે. સાથે સીજેઆઈ(CJI) એનવી રમણા(NV Ramanna)એ કહ્યુ કે, સ્પીકર ને જણાવી દો કે જ્યાં સુધી કોર્ટ આ મામલે સુનાવણી ન કરી લે ત્યાં સુધી અયોગ્યતાની અરજી પર કોઈ નિર્ણય ન લે. આ કેસ માટે બેન્ચનું ગઠન કરવામાં આવશે. જે ટૂંક સમયમાં થશે, હાલમાં કોઈ તારીખ આપી શકે નહીં.
આ સમાચાર પણ વાંચો : પડતા પર પાટુ- દૂધ-દહીં- અનાજ કરિયાણા પર પણ GST- સરકારના સૂચન સામે વેપારી આલમનો વિરોધ- નાગરિકોને પડશે આર્થિક ફટકો
ઉલેખનીય છે કે શિવસેના(Shiv Sena)ના બળવાખોર ધારાસભ્યો(Rebel MLAs)એ એકનાથ શિંદે સાથે મળીને અલગ જૂથ બનાવી લીધું હતું. જેમાંથી 16 બળવાખોર ધારાસભ્યોને તત્કાલિન ડેપ્યુટી સ્પીકરે ગેરલાયક ઠેરવ્યા હતા.