ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો
સુરત
31 જુલાઈ 2020
મુંબઈની નજીક આવેલા સુરત શહેરનો વિકાસ ખૂબ જ ઝડપી રીતે થઈ રહ્યો છે. હીરા અને કાપડ ઉદ્યોગ માટે વિશ્વમાં સુરત જાણીતું છે. પરંતુ આવનારા દિવસોમાં સુરત 'સ્માર્ટ સિટી વિઝન 2030' માં ચર્ચા થયા મુજબ ડાયમંડ બુર્સ માટે પણ વખણાશે. સુરત માટે ડાયમંડ બુર્સ એક ગેમ ચેન્જર પ્રોજેક્ટ બનવા જઈ રહ્યો છે. ડ્રીમ સિટી પ્રોજેક્ટ અંતર્ગત 'ડાયમંડ બુર્સ' મુંબઈ થી સુરત ખસેડવામાં આવી રહ્યું છે. આ એક જ ડાયમંડ બુર્સ તૈયાર થતાં સુરતમાં હીરા ઉદ્યોગમાં 45 થી 50 હજારથી વધુ રોજગારીની તકો ઉભી થશે. આ ક્ષેત્રના જાણકારોનું કહેવું છે કે "સુરતમાં ડાયમંડ બુર્સ તૈયાર થતા અહીં નાના-મોટા હીરાના ઉદ્યોગકારોને મોટી રાહત મળશે. વારંવાર મુંબઈ જવાની દોડાદોડી માંથી મુક્તિ મળી જશે.
સુરત ડાયમંડ બુર્સના આર્કિટેક આ યોજનાને લઇને ખૂબ આશાવાદી છે. તેમને કહ્યું બુર્સમાં સૌથી મોટી ચેલેન્જ એ છે કે એક સાથે 60 થી 65 હજાર લોકો ઇન અને આઉટ કરી શકશે. આમ છતાં લોકોની ભીડ નહીં થાય એ રીતે આખા સંકુલ ની ડિઝાઇન બનાવવામાં આવી છે. એક મોટા ફુટબોલ સ્ટેડીયમ જેટલી જગ્યાનો અંદાજો ધ્યાનમાં રાખી બુર્સ ની ડિઝાઇન કરવામાં આવી છે. સુરત ડાયમંડ બુર્સ ની સૌથી મોટી ખાસિયત એ છે કે જ્યારે ફૂટબોલ સ્ટેડિયમમાં જ્યારે એન્ટ્રી અને એક્ઝિટ લેવામાં આવે ત્યારે દોઢ કલાક જેટલો સમય લાગે છે. પરંતુ, સુરતમાં આવું નહીં થાય.
જ્યારે સુરત ચેમ્બરના વાઈસ પ્રેસિડેન્ટના કહેવા મુજબ આ બુર્સ શરૂ થતાં જ ડાયમંડ ઇન્ડસ્ટ્રીઝમાં રોજગારી ઊભી થશે સાથે જ મુંબઈમાં જે હીરાના એસોરટીંગનું કામ થાય છે તે હવે સુરતથી થશે. જેનો સીધો લાભ ગુજરાતભરના હીરા ઉદ્યોગકારોને મળશે. આને કારણે રિયાલિટી અને ટુરીઝમ ક્ષેત્રે પણ ખૂબ રોજગારી ની તકો રહેલી છે…
ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ…
News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)
YouTube : https://www.youtube.com/NewsContinuous
Twitter : https://twitter.com/NewsContinuous
Facebook : https://www.facebook.com/newscontinuous
Instagram : https://www.instagram.com/newscontinuous/
Email : TheNewsContinuous@gmail.com