ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ. 9 ડિસેમ્બર 2021
ગુરુવાર.
નોન વોવન કેન્દ્રના પ્લાસ્ટિકની કેરીબેગની જાડાઈ પણ ૩૦ સપ્ટેમ્બર ૨૦૨૧ બાદથી ૬૦ ગ્રામ પ્રતિ ચોરસ મીટર ( જીએસએમ ) નક્કી કરવામાં આવી છે . દરખાસ્તમાં સરકારના નિયમોના કરાયેલા ઉલ્લેખ મુજબ , ૧ જુલાઈ ૨૦૨૨ બાદ , તમામ પ્રકારના સિંગલ યુઝ પ્લાસ્ટિકના નિર્માણ , આયાત , સંગ્રહ , વિતરણ , વેચાણ અને વપરાશ ઉપર પણ પ્રતિબંધ મુકવામાં આવ્યો છે . જેની સાથે પોલીસ્ટીરીન એટલે કે થર્મોકલ ઉપર પણ પ્રતિબંધ રહેશે . પ્લાસ્ટિકની સળી વાળા કાન ખોતરવાના ઈયર બડ્સ , ધ્વજ , ફુગ્ગા , કેન્ડી – આઈસક્રીમની સળીઓ , ડેકોરેશન માટેના થર્મોકોલ , પ્લેટ , કપ , ગ્લાસ , કટલરી , છરી , કાંટા , ચમચા , ચમચી ,સ્ટ્રો , ટ્રે ઉપરાંત , મીઠાઈ ફરતેની પેકેજીંગ ફિલ્મ , આમંત્રણ કાર્ડ – સિગરેટ પેકેટના રેપર ઉપર પણ પ્રતિબંધ મુકાશે . પ્લાસ્ટિક કે પીવીસીના બેનરો પણ ૧૦૦ માઈક્રોનથી ઓછી જાડાઈના નહિ વાપરી શકાય. કેરી બેગ , પ્લાસ્ટિક શીટ્સ , કવર , મલ્ટી લેયર પ્લાસ્ટિક પેકેજીંગ , વિગેરે પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે . સરકારે એ પણ સ્પષ્ટ કર્યું છે કે હવે પછી જે કોઈ નવા નિયમો ઘડાશે , એનો અમલ આ નોટીફીકેશન જાહેર થયાના ૧૦ વર્ષ પછી કરવાનો રહેશે . આમ જુલાઈ ૨૦૨૨થી કેરીબેગ ૧૨૦ માઇક્રોનથી ઓછી નહીં રહે, અને સાથે સાથે થર્મોકોલ પર પણ પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટ રૂલ્સ નો અમલ કરવા સ્થાયી સમિતીમાં દરખાસ્ત રજૂ કરવામાં આવી છે. જેના પર ર્નિણય લેવામાં આવશે.આ નવા સુધારેલા નિયમો મુજબ હવેથી વર્જિન કે રિસાયકલ પ્લાસ્ટિકની બનેલ કેરીબેગની જાડાઈ પણ ૭૫ માઈક્રોનથી ઓછી નહિ રાખી શકાય. આ નવા નિયમનો અમલ ૩૦ સપ્ટેમ્બર ૨૦૨૧ ની પાછલી તારીખની અસરથી કરાવવાનો રહેશે . એટલે કે એકાદ વર્ષ બાદ આ જાડાઈની મર્યાદા ૧૨૦ માઈક્રોન રાખવાની રહેશે .એટલે કે ૩૧ ડીસેમ્બર ૨૦૨૨ બાદ આ કેરીબેગ ૧૨૦ માઈક્રોનથી ઓછી જાડાઈની નહિ ચાલી શકે .