News Continuous Bureau | Mumbai
Surat: રાજ્યના યુવક સેવા ( youth service ) અને સાંસ્કૃતિક પ્રવૃતિઓના ( cultural activities ) વિભાગ હેઠળ સંચાલિત જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી-સુરત દ્વારા ‘કલા મહાકુંભ- ૨૦૨૩-૨૪’નું ( Kala Mahakumbh- 2023-24 ) આયોજન થનાર છે. લોકોને કલા-સંસ્કૃતિથી ( art-culture ) માહિતગાર કરવા આ વર્ષે કલા મહાકુંભમાં ૬ થી ૧૪, ૧૫ થી ૨૦, ૨૧થી ૫૯ અને ૬૦ વર્ષથી ઉપરના વિવિધ ચાર વયજૂથમાં વિવિધ ૩૭ કલાસ્પર્ધાઓ યોજાશે.
તાલુકા/ઝોન કક્ષાએથી સમૂહગીત, ગરબા, લોકનૃત્ય, રાસ, એકપાત્રીય અભિનય, ભરતનાટ્યમ, વકતૃત્વ, ચિત્રકલા, સુગમ સંગીત, લગ્નગીત, લોકગીત/ભજન, તબલા, હાર્મોનિયમ (હળવું), નિબંધ જેવી ૧૪ કૃતિઓ, જિલ્લાકક્ષાએ સ્કૂલબેન્ડ, લોકવાર્તા, દુહા-છંદ-ચોપાઈ, કથ્થક, કાવ્ય લેખન, ગઝલ-શાયરી, સર્જનાત્મક કારીગરી, શાસ્ત્રીય કઠ્યસંગીત (હિંદુસ્તાની), ઓરગન જેવી વિવિધ ૦૯ કૃતિઓ, પ્રદેશકક્ષાએથી મોહિનીઅટ્ટમ, કુચીપુડી, સિતાર, ગીટાર, વાયોલિન, વાંસળી, ઓડીસી સાથેની કુલ ૦૭ કૃતિઓ તેમજ રાજ્યકક્ષાએથી શરૂ થતી પખવાજ, મૃદંગમ, સરોદ, સારંગી, ભવાઈ, જોડિયા પાવા, રાવણ હથ્થો સહિતની કુલ ૦૭ કૃતિઓ યોજાશે. તાલુકા/ઝોન કક્ષાની સંભવિત સ્પર્ધા તા.૨૬/૧૦/૨૦૨૩થી ૦૮/૧૧/૨૦૨૩ દરમિયાન યોજાશે.
આ સમાચાર પણ વાંચો : First Made in India Semiconductor Chips: ભારતની પ્રથમ ‘મેડ ઇન ઇન્ડિયા’ ચિપ આ તારીખ સુધીમાં થશે લોન્ચ! જાણો ચિપની સંપુર્ણ વિગતો વિગતવાર.
આ સ્પર્ધામાં વધુમાં વધુ કલાકારો ભાગ લે તે માટે સુરત શહેર તથા ગ્રામ્યની તમામ શાળાઓ, કોલેજો તથા વિવિધ સંસ્થાઓમાંથી ભાગ લેવા ઇચ્છુક ઉમેદવારોએ ‘કલા મહાકુંભ ૨૦૨૩-૨૪’ના વિગતવાર ફોર્મ, નિયમો તથા પ્રવેશપત્ર જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી, જુના સિવિલ કોર્ટ બિલ્ડીંગ,નાનપુરા, સુરતમાંથી મેળવી તા.૨૫/૧૦/૨૦૨૩ સુધીમાં અરજી જમા કરાવવા જિલ્લા યુવા વિકાસ અધિકારીશ્રી,સુરતની યાદીમાં જણાવાયું છે.