News Continuous Bureau | Mumbai
Surat: ગુજરાત (Gujarat) રાજ્યના શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ હેઠળ રોજગાર અને તાલીમ નિયામક શ્રીની કચેરી, ગાંધીનગર સંચાલિત ઔદ્યોગિક તાલીમ સંસ્થા સુરતને વર્ષ ૨૦૨૨-૨૩ માટે જુદાં જુદાં માપદંડોને આધારે શ્રેષ્ઠ કામગીરી બદલ ગુજરાત રાજ્યમાં બીજો ક્રમ પ્રાપ્ત થયો છે. ઔ. તા.સંસ્થા મજુરા ગેટ સુરત ખાતે વિવિધ ૩૮ ટ્રેડમાં આધુનિક મશીનો ઉપર તાલીમ આપી સુરત (Surat) અને આસપાસના ઉદ્યોગોને જરૂરી કૌશલ્યયુક્ત યુવાધન પુરૂ પાડવામાં આવે છે. આઈ.ટી.આઈ.માં તાલીમ મેળવી યુવાનો રોજગારી – સ્વરોજગારીની ઉત્તમ તકો પ્રાપ્ત કરી રહ્યા છે.
આ સમાચાર પણ વાંચો : OnePlus : ભારતમાં લોન્ચ થયા OnePlus Nord 3 અને Nord CE 3, જાણો કિંમત અને સ્પેસિફિકેશન..
સંસ્થામાં ભરતી મેળા દ્વારા તાલીમાર્થીઓને સરકારી તથા ખાનગી કંપનીમાં રોજગારી તથા એપ્રેન્ટીસ તાલીમ માટેનું પ્લેટફોર્મ પુરૂ પાડવામાં આવે છે. મહિલા / SC / ST /PH ઉમેદવારોને વિનામૂલ્યે તાલીમ આપવામાં આવે છે. તાલીમાર્થીઓને તાલીમ ઉપરાંત સરકારની ઘણી બધી યોજનાઓનો લાભ પુરો પાડવામાં આવે છે. હાલ એડમિશન પ્રક્રિયા શરૂ છે. ઔદ્યોગિક તાલીમ સંસ્થા સુરત (Surat) માં પ્રવેશ મેળવવા ઈચ્છુક ધોરણ-૭ થી ગ્રેજ્યુએટ થયેલાં ઉમેદવારોએ સંસ્થાનો રૂબરૂ સંપર્ક કરવા ઔદ્યોગિક તાલીમ સંસ્થા(Industrial Training Institute)ના આચાર્યની યાદીમાં જણાવાયું છે.