News Continuous Bureau | Mumbai
મહારાષ્ટ્રમાં મહાવિકાસ આઘાડી સરકાર પર એક પછી એક મુસીબતોનો સામનો કરી રહ્યું છે. મહાવિકાસ આઘાડી સરકાર સાથે રહેલા સ્વાભિમાની શેતકરી પક્ષના નેતા રાજુએ શેટ્ટી હવે તેમનો સાથ છોડવાની ધમકી આપી છે. પાંચ એપ્રિલ સુધી તેઓ પોતાનો નિર્ણય જાહેર કરવાના છે.
રાજુ શેટ્ટીએ રાજ્ય સરકાર પર તેમની સાથે સંવાદ નહીં સાધવાનો આરોપ લગાડ્યો છે. તેમના આરોપ મુજબ
સરકાર અઢી વર્ષથી સત્તામાં છે. હવે સમય આવી ગયો છે કે મહાવિકાસ આઘાડી સરકારની સમીક્ષા કરવામાં આવે.
મહાવિકાસ આઘાડી સરકાર પ્રત્યે પોતાની નારાજગી વ્યક્ત કરતા રાજુ શેટ્ટીએ કહ્યું હતું કે સ્વાભિમાની શેતકરી પક્ષ ખેડૂત અને ખેતરના મજૂરો વચ્ચે કામ કરનારી સંસ્થા છે. છેલ્લા અઢી વર્ષથી મહાવિકાસ આઘાડી સરકાર સાથે સરકારની નીતિ બાબતે ચર્ચા કરવી છે. ખેડૂતો અને મજદૂરોના સવાલ પર આઘાડી સકરાર કોઈ સંવાદ સાધવા તૈયાર નથી. તેથી હવે સમય આવી ગયો છે કે કોઈ નિર્ણય લેવામાં આવે.
આ સમાચાર પણ વાંચો : વિધાનસભાની ચૂંટણીમાં કારમી હાર બાદ કોંગ્રેસે ત્રીજા મોરચા સાથે જોડાવાના આપ્યા સંકેત… આ પાર્ટીઓ સાથે ગઠબંધન કરી જુનિયર પાર્ટનર બનવા માટે પાર્ટી તૈયાર; જાણો વિગતે
આઘાડી સરકારમાંથી બહાર નીકળવાનો નિર્ણય એકલા લઈ શકાય નહીં. પાંચ એપ્રિલના સ્વાભિમાની શેતકરી સંગઠનની પ્રદેશ કાર્યકરણીની બેઠક છે, તેમાં નિર્ણય લેવાશે એવું પણ રાજુ શેટ્ટીએ કહ્યું હતું.