News Continuous Bureau | Mumbai
Swachh Bharat Mission: જલ શક્તિ મંત્રી શ્રી સી. આર. પાટિલે નવી દિલ્હીમાં કર્ણાટક અને હરિયાણા રાજ્યો માટે સ્વચ્છ ભારત મિશન-ગ્રામીણ (એસબીએમ-જી)ની સમીક્ષા બેઠકોની અધ્યક્ષતા કરી હતી. સમીક્ષામાં 2024-25 ના નાણાકીય વર્ષમાં બંને રાજ્યોએ કરેલી પ્રગતિની નોંધ લેવામાં આવી હતી, જેમાં હરિયાણાના 37% ગામો અને કર્ણાટકના 18% ગામોએ ઓડીએફ પ્લસ મોડેલ જાહેર કર્યું હતું.
રાજ્યો દ્વારા કરવામાં આવેલા પ્રયાસોની સમીક્ષા કરતા શ્રી સી આર પાટિલે જણાવ્યું હતું કે, “હરિયાણા અને કર્ણાટક બંનેએ સ્વચ્છતા અને કચરાના વ્યવસ્થાપનમાં પ્રગતિ કરી છે, પરંતુ જે ખામીઓ રહેલી છે તેને દૂર કરવી એ તેના સ્વચ્છ ભારત મિશનના લક્ષ્યાંકો હાંસલ કરવા અને તેમના ગ્રામીણ સમુદાયો માટે સ્વચ્છ, તંદુરસ્ત વાતાવરણનું સર્જન કરવા માટે મહત્ત્વપૂર્ણ રહેશે.” મંત્રીશ્રીએ રાજ્યોને સ્વચ્છ ભારત મિશન હેઠળ તેમના પ્રયત્નોને વધુ તેજ બનાવવા માટે પ્રોત્સાહિત કર્યા હતા. શ્રી સી. આર. પાટિલે જણાવ્યું હતું કે, “સ્વચ્છ ભારત અભિયાનનાં લક્ષ્યાંકો હાંસલ કરવા માટે હરિયાણા અને કર્ણાટકે દેશનાં ઉત્તર અને દક્ષિણ વિસ્તારોમાં મશાલચી બનવું પડશે, તેમની સિદ્ધિઓને જાળવી રાખવી પડશે અને સાથે-સાથે વધુ પ્રગતિને વેગ આપવો પડશે. તેઓએ આ ખામીઓને અસરકારક રીતે દૂર કરવા માટે વધુ લક્ષિત હસ્તક્ષેપો પર ધ્યાન કેન્દ્રિત કરવું પડશે.”
आज हरियाणा की स्वच्छ भारत मिशन-ग्रामीण (SBM-G) की प्रगति और चुनौतियों पर चर्चा के लिए एक महत्वपूर्ण बैठक आयोजित की। बैठक में हरियाणा के विकास एवं पंचायत मंत्री श्री @KrishanLPanwar जी भी शामिल हुए।
बैठक के दौरान राज्य में ODF प्लस मॉडल गांवों के निर्माण, वित्तीय व्यय की स्थिति… pic.twitter.com/e0Mk95x8YQ
— C R Paatil (@CRPaatil) January 7, 2025
Swachh Bharat Mission: આ સમીક્ષામાં સમગ્ર રાજ્યોમાં મુખ્ય સીમાચિહ્નો પર પ્રકાશ પાડવામાં આવ્યો હતોઃ
હરિયાણા
• રાજ્ય સરકારે 6,619 ગામોમાંથી 6,419 (97 ટકા) ઓડીએફ પ્લસ અને 2,500 ગામો (37 ટકા) ઓડીએફ પ્લસ મોડેલ જાહેર કર્યા છે. આ ઓડીએફ પ્લસ મોડેલ ગામો પૈકી 1,855 ગામોની પણ ચકાસણી કરવામાં આવી છે. હરિયાણાએ તેના 76% ગામોમાં ગ્રે વોટર મેનેજમેન્ટ ટ્રીટમેન્ટ કવરેજ હાંસલ કર્યું છે. સોલિડ લિક્વિડ વેસ્ટ મેનેજમેન્ટ સંપત્તિની કાર્યક્ષમતાની ખાતરી કરવા અને જમીની સ્તર પર તેની ઊંડી તપાસ કરવાનાં પ્રયત્નો ચાલી રહ્યા છે. રાજ્ય સરકારે 65 ટકા ગામડાઓમાં સોલિડ વેસ્ટ મેનેજમેન્ટનો અમલ કર્યો છે અને તેમાં 100 ટકા શૌચાલયોની સુવિધા અને તેનો ઉપયોગ પણ કરવામાં આવ્યો છે.
કર્ણાટક
• રાજ્યએ 4,873 ઓડીએફ પ્લસ મોડેલ ગામોના લક્ષ્યાંકને હાંસલ કર્યો છે અને તેના 99.3 ટકા ગામો હવે ઘન કચરાનું સફળતાપૂર્વક વ્યવસ્થાપન કરી રહ્યા છે. કર્ણાટક માર્ચ 2025 સુધીમાં તેના તમામ 26,484 ગામોને ખુલ્લામાં શૌચક્રિયાથી મુક્ત (ઓડીએફ) પ્લસ મોડેલ સ્ટેટસ પ્રાપ્ત થાય તે સુનિશ્ચિત કરવા માટે કામ કરી રહ્યું છે. રાજ્યએ 1,905 ગામોને ફેકલ સ્લજ મેનેજમેન્ટ (એફએસએમ) સાથે જોડ્યા છે.
આ સમાચાર પણ વાંચો : Antonio Costa: યુરોપીયન કાઉન્સિલના પ્રમુખ એન્ટોનિયો કોસ્ટાએ PM મોદીએ સાથે ફોન પર વાત કરી
આગળ વધવાનો માર્ગ
કેન્દ્રીય જલ શક્તિ મંત્રીએ રાજ્યોને સ્વચ્છ ભારત મિશન (ગ્રામીણ) હેઠળ તેમના લક્ષ્યાંકો પર કામ કરવા માટે વિસ્તૃત માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.
- એ સુનિશ્ચિત કરવું કે સોલિડ વેસ્ટ મેનેજમેન્ટની અસ્કયામતો, જેમ કે અલગીકરણ શેડ્સ અને કચરાના પરિવહનના વાહનો, સંપૂર્ણપણે કાર્યરત રહે
- ફેકલ સ્લજ મેનેજમેન્ટ (એફએસએમ)માં રહેલી ખામીઓ દૂર કરવી અને એ સુનિશ્ચિત કરવું કે વધુ ગામડાંઓ ફેકલ સ્લજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ્સ (એફએસટીપી) સાથે જોડાયેલા છે.
- ગ્રેવોટર મેનેજમેન્ટ (જીડબ્લ્યુએમ) અને પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટ (પીડબલ્યુએમ)માં પ્રયાસોને વિસ્તૃત કરવા
- વ્યક્તિગત ઘરગથ્થુ શૌચાલય (IHHL)ના નિર્માણના લક્ષ્યાંકો તરફ ઝડપથી પ્રગતિ કરવી
હરિયાણાના વિકાસ અને પંચાયત મંત્રી શ્રી કૃષ્ણલાલ પંવાર, કેન્દ્રીય જલ શક્તિ રાજ્યમંત્રી શ્રી વી. સોમન્ના, ગ્રામીણ વિકાસ, પંચાયતી રાજ અને કર્ણાટકના આઈટી/બીટી મંત્રી શ્રી પ્રિયંક ખડગે, સચિવ (ડીડબલ્યુએસ) શ્રી અશોક કે કે મીના, જેએસ એન્ડ એમડી (એસબીએમ) શ્રી જિતેન્દ્ર શ્રીવાસ્તવ તથા રાજ્ય સરકારોના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
શ્રી અંજુમ પરવેઝ, અધિક મુખ્ય સચિવ, આરડીપીઆર; શ્રી નાગેન્દ્ર પ્રસાદ કે. ડિરેક્ટર, આરડીડબલ્યુએસડી; શ્રી એજાઝ હુસૈન, મુખ્ય ઇજનેર; શ્રી એસ.સી. મહેશ, નાયબ સચિવ (વિકાસ); શ્રી જફર શરીફ સુતાર, નાયબ સચિવ (એડમિન); કેન્દ્ર સરકારના વરિષ્ઠ અધિકારીઓ અને અન્ય મહાનુભાવો પણ ઉપસ્થિત રહ્યા હતા.
આ સમાચાર પણ વાંચો : Bullet Train Project: મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન માટે ગુજરાતમાં NH-48 પર 210 મીટર પુલ તૈયાર
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.