News Continuous Bureau | Mumbai
Swachhata Hi Seva-2024: ભારત સરકાર દ્વારા 2 ઓક્ટોબરનાં રોજ મહાત્મા ગાંધીજીની જન્મ જયંતીની શ્રદ્ધાંજલિ આપવા સમગ્ર ભારતમાં સ્વચ્છતા ( Cleanliness ) માટેના જન આંદોલનની ઉજવણીને આહવાન કરવામાં આવેલ છે. આ વર્ષે સ્વચ્છ ભારત મિશનનાં 10 વર્ષની ઉજવણીનાં ભાગરૂપે આ દિવસને “સ્વચ્છ ભારત દિવસ” તરીકે ઉજવવાનું આયોજન કરવામાં આવેલ છે. જેના ભાગરૂપે આજથી તા.17 સપ્ટેમ્બર, 2024થી તા. 31 ઓક્ટોબર, 2024 સુધી “સ્વચ્છતા હી સેવા-2024” પખવાડિયાની કામગીરી શરુ કરવામાં આવી જેમાં…
Swachhata Hi Seva-2024: ગુજરાતની ( Gujarat ) 8 મહાનગરપાલિકા અને 157 નગરપાલિકાઓમાં સ્વચ્છતા ઝુંબેશ હાથ ધરવામાં આવી.
થીમ આધારિત પબ્લિક ટ્રાન્સપોર્ટ અને હાઈવેની સાફ સફાઈમાં કુલ 24705 થી વધુ નાગરીકો સફાઈ ઝુંબેશમાં જોડાઈ 31747 કલાકનું શ્રમદાન હાથ ધર્યું જેમાં 21 ટન કચરો એકત્રિત કરવામાં આવ્યો જે પૈકી 18 ટન કચરાનો નિકાલ કરવામાં આવ્યો અને બાકી રહેલ કચરાના નિકાલની કામગીરી હાલ પ્રગતિમાં છે.
ગુજરાતની જયની મહાનગરપાલિકા ( Gujarat Municipality ) અને નગરપાલિકાઓમાં કુલ 1086 ગાર્બેજ વલ્નરેબલ પોઈન્ટની(GVP) સાફ સફાઈ હાથ ધરવામાં આવી.
ગુજરાતની મહાનગરપાલિકા અને નગરપાલિકાઓના કુલ 744 મુખ્ય રસ્તાઓ, 297 માર્કેટ વિસ્તાર, 994 કોમર્શીયલ વિસ્તાર, 2971 રહેણાક વિસ્તારમાં સફાઈ ઝુંબેશ ( Clean-up campaign ) હાથ ધરવામાં આવી.
આ સમાચાર પણ વાંચો : AVGC-XR: કેબિનેટે AVGC-XR માટે નેશનલ સેન્ટર ઑફ એક્સેલન્સ (NCoE)ની આપી મંજૂરી, મહારાષ્ટ્રના આ શહેરમાં કરવામાં આવશે સ્થાપના .
ગુજરાતની મહાનગરપાલિકા અને નગરપાલિકાઓમાં કુલ 533 બ્લેક સ્પોટની સાફ સફાઈ હાથ ધરવામાં આવી.
ગુજરાતની મહાનગરપાલિકા અને નગરપાલિકાઓમાં કુલ 230 રેડ સ્પોટ(પાનની પિચકારી) 123 યલ્લો સ્પોટની (ખુલ્લામાં યુરીનલ થતા સ્થળ) સાફ સફાઈ હાથ ધરવામાં આવી.
વધુમાં, ગુજરાતની મહાનગરપાલિકા અને નગરપાલિકાઓમાં આવેલ કુલ ૬૫૬ કમ્યુનીટી/જાહેર શૌચાલય અને યુરીનલની સાફ સફાઈ હાથ ધરવામાં આવી.
ગુજરાતની મહાનગરપાલિકા/નગરપાલિકાઓમાં કુલ 90થી વધુ સ્વચ્છતાના શેરી નાટકનું આયોજન કરવામાં આવ્યું.
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.