News Continuous Bureau | Mumbai
દેશમાં એક તરફ ફરી કોરોના મહામારીએ(Corona epidemic) માથું ઊંચક્યું છે ત્યારે વિમાનમાં પ્રવાસને(Air Travel) લઈને દિલ્હી હાઈ કોર્ટે(Delhi High Court) મહત્વનો ચુકાદો આપ્યો છે. તે મુજબ વિમાનમાં પ્રવાસ વખતે કોવિડ-19 ગાઇડલાઇન(Covid-19 guideline) સંબંધિત નિયમોનું પાલન નહીં કરનારી વ્યક્તિઓ પર વિમાનમાં પ્રવાસ કરવા પર જ પ્રતિબંધ(Restriction) મૂકવાનો દિલ્હી હાઇકોર્ટે આદેશ કર્યો છે. આ આદેશ એવા સમયે આવ્યો છે જ્યારે કોરોના મહામારી ફરી ભારતમાં ફરી ઉથલો મારી રહી છે. મહારાષ્ટ્રની(Maharashtra) સાથે દેશભરમાં એક્ટિવ કેસોની(active cases) સંખ્યા વધી રહી છે.
કોરોનાના કેસમાં(case of Corona) અચાનક થઈ રહેલા વધારાને પગલે સરકાર દ્વારા કોવિડ૧૯ ગાઈડલાઈન્સનું કડક પાલન કરવાના સૂચનો કરવામાં આવી રહ્યાં છે. આ દરમિયાન કોર્ટે એક આદેશમાં કહ્યું કે જો ફ્લાઇટ દરમિયાન મુસાફરો કોરોના મહામારીની સામે લડવા માટે સૂચવેલા જરૂરી નિયમોનું પાલન ન કરે અને ચાલુ મુસાફરીએ જો માસ્ક ન પહેરો તેમને નો ફ્લાય લિસ્ટ એટલે કે પ્રતિબંધ વ્યક્તિઓની યાદીમાં મુકી દો.
આ સાથે દિલ્હી હાઈકોર્ટે ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશનને આદેશ આપ્યો છે કોરોનાનું સંક્રમણ ટાળવા માટે બનાવાયેલા ગાઈડલાઈનનું કડક પાલન કરાવો અને એરપોર્ટ-એરોપ્લેન(Airport-airplane) બધે જ કોવિડ પ્રોટોકલનું(Covid protocol) ચુસ્તપણે પાલન કરાવો. દિલ્હી હાઈકોર્ટના ચીફ જસ્ટિસ વીપિન સંઘી(Justice Vipin Sanghi) અને જસ્ટિસ સચિન દત્તાએ(Justice Sachin Dutta) આદેશ આપ્યો હતો કે હવાઈ મુસાફરી દરમિયાન જે મુસાફર માસ્ક(Covid mask) ન પહેરે અથવા હાયજિનના(Hygiene) નિયમોનું યોગ્ય પાલન ન કરે તેમને ‘નો ફ્લાય લિસ્ટ’માં (No fly list) મુકો એટલે કે તેમને વિમાનમાં પ્રવાસ પર આજીવન પ્રતિબંધિત મૂકો.
આ સમાચાર પણ વાંચો :નાનકડા વિરામ બાદ ફરી માસ્કની વાપસી- દેશમાં ફરી કોરોનાએ ચિંતા વધારી- આ રાજ્યમાં માસ્ક કરાયું ફરજિયાત
કોરોના પ્રતિબંધક ગાઈડલાઈનનું કડકાઈથી અને ચોકસાઈસથી અમલ થતો નથી. ડીજીસીએ(DGCA) એ માસ્કિંગ(Masking) અને હાથની સ્વચ્છતાનું ઉલ્લંઘન કનારા મુસાફરો અને અન્ય નિયમોનું ઉલ્લંઘન(Violation of rules) કરનારા સામે કડક પગલા લેવા માટે એરપોર્ટ(Airport), ફ્લાઇટ્સ(Flights), કેપ્ટન, પાઇલોટ્સ વગેરે સ્ટાફ માટે ગાઈડલાઈન જારી કરવી જોઈએ. આવી વ્યક્તિઓ પર કેસ નોંધવો જોઈએ અને દંડ વસૂલવો જોઈએ અને નો-ફ્લાય લિસ્ટમાં મૂકવા જોઈએ એમ પણ કોર્ટે તેમના આદેશમાં જણાવ્યું હતું.
હાઈકોર્ટ ગયા વર્ષે માર્ચમાં જજ સી હરિ શંકર દ્વારા નોંધાયેલ સુઓ મોટુ અરજી પર સુનાવણી કરી રહી હતી. આ અરજીમાં હવાઈ મુસાફરો દ્વારા સોશિયલ ડિસ્ટન્સના(Social distance) ધોરણો અને માસ્ક પહેરવા જેવા કોવિડ પ્રોટોકોલનું પાલન ન કરવા અંગે હસ્તક્ષેપની માંગણી થઈ હતી.
રસપ્રદ વાત એ છે કે દિલ્હી હાઇકોર્ટના જજને કોલકાતા-નવી દિલ્હીની ફ્લાઇટમાં(kolkata-New Delhi flight) તેમના અંગત અનુભવ પછી કેસ શરૂ કરવા માટે સંકેત આપવામાં આવ્યો હતો. આ ફ્લાઈટમાં સાથી મુસાફરોએ વારંવારની સૂચનાઓ છતાં યોગ્ય રીતે માસ્ક પહેરવાનો અને કોવિડ સંબંધિત નિયમોનું પાલન કરવાનો ઇનકાર કર્યો હતો.
આ સમાચાર પણ વાંચો : ખતરાની ઘંટી વાગી ગઈ-દેશમાં ફરી વધી રહ્યા છે કોરોનાના કેસો- સરકારે આ 5 રાજ્યોમાં એલર્ટ જાહેર કર્યું- પત્ર લખી નિર્દેશ આપ્યા