ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ. 8 ડિસેમ્બર 2021
બુધવાર.
જામનગરમાં ઓમિક્રોન વેરિઅન્ટનો પ્રથમ કેસ નોંધાયા બાદ દિવ્યભાસ્કર દ્વારા શનિવાર અને રવિવાર દરમિયાન સતત બે દિવસ શહેરના વિવિદ વિસ્તારમાં રિયાલિટી ચેક કરવામા આવ્યું હતું. જેમાં મોટાભાગના વિસ્તારમાં લોકો કોવિડ ગાઈડલાઈન્સના પાલન બાબતે બેદરકાર જાેવા મળ્યા હતાર આ ઉપરાંત ઓમિક્રોન વેરિઅન્ટના બે શંકાસ્પદ કેસો પણ નોંધાયેલા છે. ઓમિક્રોનની દહેશત વચ્ચે શહેરમાં કોવિડ ગાઈડલાઈન્સનો ચુસ્ત અમલ થાય તે માટે મનપાની ટીમ સક્રીય થઈ છે. સોશિયલ ડીસ્ટન્સનો ભંગ થતો હોય તેવી ૧૦૦ જેટલી રેંકડીઓ મનપા દ્વારા દૂર કરવામા આવી હતી. મ્યુ.કમિશ્નર અને મેયર સહિતના ઉચ્ચ અધિકારી, પદાધિકારીઓએ શાકમાર્કેટ સહિતના વિસ્તારની મુલાકાત લીધા બાદ મનપાનો એસ્ટેટ વિભાગ દોડતો થયો છે. શહેરમાં સોમવારે બેડીગેઇટથી શાકમાર્કેટ સુધીના વિસ્તારમાં સોશિયલ ડીસ્ટન્સનો ભંગ કરતી ૧૦૦ થી વધુ રેંકડીઓ તંત્ર દ્વારા હટાવવામાં આવી હતી. કોરોનાના ઓમિક્રોન વાયરસની શહેરમાં એન્ટ્રી બાદ જામ્યુકો તંત્રએ પણ કમર કસી છે. જેના ભાગરૂપે સતત બિજા દિવસે મંગળવારે પણ સોશીયલ ડીસ્ટન્સ અને માસ્ક સહિતની ગાઈડલાઈનનો ભંગ કરનારા સામે કાર્યવાહી શરૂ કરી છે. જાે આગામી દિવસોમાં પણ રેકડીઓ પર સામાજીક અંતરનો ભંગ કરતી ભીડ જાેવા મળશે તો જપ્ત કરવા સુધીની કાર્યવાહી હાથ ધરવામાં આવશે તેવું જણાવ્યું છે.
JNU ફરી વિવાદમાં, વિદ્યાર્થીઓએ બાબરી મસ્જિદ ફરી બનાવવાની કરી માંગ; લગાવ્યા આ નારા