ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, ૫ જૂન ૨૦૨૧
શનિવાર
એક સમયે જ્યારે સૌરાષ્ટ્રનો દરિયાકિનારો વહેલ-શાર્ક માછલીના શિકાર માટે બહુ પ્રચલિત હતો. એક મીડિયા હાઉસના અહેવાલ મુજબ વર્ષે સરેરાશ 200થી વધારે વહેલ-શાર્કનો શિકાર સૌરાષ્ટ્રના દરિયાકિનારે થતો હતો. આજે એ જ સૌરાષ્ટ્રનો દરિયાકાંઠો વહેલ-શાર્ક માટે સૌથી સુરક્ષિત વિસ્તાર બની ગયો છે. સાગરખેડુઓએ જાણે વહેલ-શાર્કને પોતાની દીકરી બનાવી દીધી છે.
ગુજરાતમાં ૨૦૦૧ દરમિયાન આ માછલીના શિકાર પર પ્રતિબંધ મુકાયો હતો ત્યાર બાદ માછીમારો જાળમાં ફસાયેલી વહેલ-શાર્કને પોતાની મોંઘી જાળ કાપીને પણ છોડી મૂકતા હતા. છેલ્લાં ૧૫ વર્ષમાં એક પણ વહેલ-શાર્કનો શિકાર થયો નથી. આ સમયગાળામાં ૮૦૦ જેટલી જાળમાં ફસાયેલી માછલીઓને છોડી મૂકવામાં આવી હતી. ઉપરાંત મોરારીબાપુએ પણ અપીલ કરી હતી કે વહેલ-શાર્ક તો બચ્ચાંને જન્મ આપવા માટે પોતાના પિયર આવતી દીકરી જેવી છે. દીકરીને થોડી મરાય.
પશ્ચિમ બંગાળમાં શરૂ થયો નવો ખેલ; હવે વેક્સિન સર્ટિફિકેટ પર મોદીની જગ્યાએ મમતાનો ફોટો, જાણો વિગત
ઉલ્લેખનીય છે કે વહેલ-શાર્ક માછલી ડિસેમ્બરથી માર્ચ દરમિયાન સૌરાષ્ટ્રના દરિયામાં જોવા મળે છે. દરિયાકાંઠે મોટા પ્રમાણમાં વિવિધ સૂક્ષ્મ દરિયાઈ જીવસૃષ્ટિ અને શેવાળ હોય છે. જે વહેલ-શાર્કનો મનપસંદ ખોરાક છે. વર્ષ 2012થી માછીમારો પોતે વહેલ-શાર્કને જાળમાંથી બચાવવાના ફોટો વન વિભાગમાં જમા કરાવી શકે છે. તેમને રૂ. 25 હજાર સુધીનું વળતર પણ ચૂકવાય છે.