ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, ૧૪ મે ૨૦૨૧
શુક્રવાર
દેશમાંકોરોનાની ગંભીર પરિસ્થિતિ વચ્ચે ઉત્તરાખંડના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન ત્રિવેન્દ્રસિંહ રાવતે એક વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. એક ખાનગી ન્યુઝ ચેનલને નિવેદન આપતાં કહ્યું હતું કે કોરોના વાયરસ એક જીવંત જીવ છે, જેને જીવવાનો અધિકાર છે.
ખાનગી ન્યુઝ ચેનલ પર તેમણે કહ્યું હતું કે “ફિલોસોફિકલ એંગલથી જોઈએ તો કોરોના વાયરસ પણ એક જીવંત જીવ છે. તેને પણ આપણા સૌની જેમ જીવવાનો અધિકાર છે, પરંતુ આપણે (મનુષ્ય) પોતાને સૌથી બુદ્ધિશાળી માનીએ છીએ અને તેને ખતમ કરવા માટે બહાર નીકળીએ છીએ. તેથી તે સતત પરિવર્તનશીલ થઈ ગયો છે.”
ગાઝાપટ્ટી પર મોટી લડાઈનાં એંધાણ : ઇઝરાયલે સૈન્ય તહેનાત કર્યુ
તેમણે ઉમેર્યું હતું કે મનુષ્યે સુરક્ષિત રહેવા માટે વાયરસથી આગળ નીકળવું જ પડશે. ત્રિવેન્દ્રસિંહના આવા વિવાદાસ્પદ નિવેદન બાદ તેમને સોશિયલ મીડિયા પર ખૂબ ટ્રોલ કરવામાં આવી રહ્યા છે. એક વ્યક્તિએ ટ્વિટર પર કટાક્ષ કરતાં કહ્યું હતું કે "આ સજીવ વાયરસને સેન્ટ્રલ વિસ્તારમાં આશ્રય આપવો જોઈએ."