News Continuous Bureau | Mumbai
Prime Minister: પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ( Narendra Modi ) આજે યુનાઇટેડ નેશન્સ વર્લ્ડ ટૂરિઝમ ઓર્ગેનાઇઝેશન ( United Nations World Tourism Organization ) (યુએનડબલ્યુટીઓ) દ્વારા શ્રેષ્ઠ પ્રવાસન ( Best tourism ) ગામ તરીકેનો એવોર્ડ પ્રાપ્ત કરવા બદલ ગુજરાતના ( Gujarat ) કચ્છ જિલ્લાના ( Kutch ) ધોરડો ગામની પ્રશંસા કરી હતી.
ધોરડોના ઉજ્જવળ ભવિષ્યની શુભેચ્છા પાઠવતા તેમણે 2009 અને 2015માં ગામની મુલાકાતની કેટલીક તસવીરો શેર કરી હતી.
Absolutely thrilled to see Dhordo in Kutch being celebrated for its rich cultural heritage and natural beauty. This honour not only showcases the potential of Indian tourism but also the dedication of the people of Kutch in particular.
May Dhordo continue to shine and attract… https://t.co/cWedaTk8LG pic.twitter.com/hfJQrVPg1x
— Narendra Modi (@narendramodi) October 20, 2023
પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કરી હતી: પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, “કચ્છમાં ધોરડોને તેના સમૃદ્ધ સાંસ્કૃતિક વારસા અને કુદરતી સૌંદર્ય માટે ઉજવવામાં આવે છે તે જોઈને ખૂબ જ રોમાંચિત થઈ ગયો છું. આ સન્માન માત્ર ભારતીય પર્યટનની ક્ષમતા જ નહીં પરંતુ ખાસ કરીને કચ્છના લોકોના સમર્પણને પણ પ્રદર્શિત કરે છે.
આ સમાચાર પણ વાંચો : Bank Holiday: 21 થી 31 ઓક્ટોબર સુધી તહેવારો પૂરજોશમાં, જાણો ક્યાં અને ક્યારે બેંકો બંધ રહેશે
ધોરડો ચમકવાનું ચાલુ રાખે અને વિશ્વભરના મુલાકાતીઓને આકર્ષિત કરે!
હું 2009 અને 2015માં ધોરડોની મારી મુલાકાતની કેટલીક યાદો શેર કરી રહ્યો છું. હું તમને બધાને ધોરડોની તમારી અગાઉની મુલાકાતોમાંથી તમારી યાદો શેર કરવા માટે પણ આમંત્રણ આપું છું. આનાથી વધુ લોકોને મુલાકાત માટે પ્રેરણા મળશે. અને, #AmazingDhordo ઉપયોગ કરવાનું ભૂલશો નહીં.”