News Continuous Bureau | Mumbai
રાજસ્થાનના(Rajasthan) ડુંગરપુરના સાગવાડા(Sagwada) સ્થિત જ્ઞાનપુરમાં ખેડૂત તેમજ પાટીદાર સમાજ મહાસંમેલન ને સંબોધિત કરતા સીએમ અશોક ગેહલોતે(CM Ashok Gehlot) કહ્યું કે પ્રદેશમાં ૯૦ લાખ લોકોને પેન્શન(Pension) મળી રહ્યું છે. રાજસ્થાન દેશનું પહેલું રાજ્ય છે. જ્યાં ખેડૂતોના હિતમાં અલગથી કૃષિ બજેટ રજૂ કરી અગાઉના બજેટથી બમણું બજેટ રજૂ કરવામાં આવ્યું છે. જેમાં ૮૯ હજાર કરોડ રૂપિયાની જાેગવાઈ કરવામાં આવી છે. રાજસ્થાનના સીએમ(CM) વધુમાં કહ્યું કે, રાજ્ય સરકારે(State govt) લગભગ ૨૨ લાખ ખેડૂતોનું (Farmers)દેવું માફ કર્યું છે. ખેડૂત મિત્ર યોજના લાગુ કરી ખેડૂતોને મોટી રાહત આપી છે અને દૂધ ઉત્પાદકોને(Milk producers) સબસિડી આપી પશુપાલકોને ફાયદો કરાવ્યો છે. સીએમ ગેહલોતે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી તેમજ સરદાર વલ્લભભાઈ પટેલને(Sardar Vallabhbhai Patel) યાદ કરતા કહ્યું કે, તમામ ધર્મોનું સન્માન કરવું આપણું કર્તવ્ય છે. આ પહેલા મુખ્યમંત્રીશ્રીએ સાગવાડા માં પાટીદાર સમાજ(Patidar) દ્વારા નિર્મિત હનુમાન મંદિરમાં(Hanuman temple) પૂજા-અર્ચના કરી રાજ્યની ખુશી માટે પ્રાર્થના કરી હતી.ખેડૂતોને રાહત આપતા રાજસ્થાન સરકારે મોટી જાહેરાત કરી છે. રવિવારે રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે કહ્યું કે તેમની સરકાર રાજ્યના સર્વાંગી વિકાસ માટે પ્રતિબદ્ધ છે. સીએમ ગેહલોતે કહ્યું રાજ્યમાં ૬ લાખ ખેડૂતોના વીજળી બીલ શૂન્ય થઈ ગયા છે. તેમણે કહ્યું કે જન કલ્યાણકારી યોજનાઓ દ્વારા છેલ્લી વ્યક્તિ સુધી સ્વાસ્થ્ય, ખાદ્ય, શિક્ષણ, સ્વચ્છ પીવાનું પાણી અને સામાજિક સુરક્ષા પહોંચી રહી છે.
આ સમાચાર પણ વાંચો : આને કહેવાય મુખ્યમંત્રી.ઉત્તર પ્રદેશમાં યોગી આદિત્યનાથની ખુલ્લી ચીમકી પછી 17000 જગ્યાઓ પર મસ્જિદો એ લાઉડસ્પીકર નો અવાજ ઘટાડ્યો. તો આટલી જગ્યાઓ પરથી લાઉડ સ્પીકર ગાયબ.જાણો વિગતે