ન્યુઝ કંટીન્યુઝ બ્યુરો.
મુંબઈ, 26 એપ્રિલ 2021.
સોમવાર.
પશ્ચિમ – મધ્ય રેલ્વેના કોટા રેલ્વે વિભાગમાં આગળ શનિવારે રેલ્વેના ઓવ્હરહેડ વાયરની ચોરી અંગેનું પ્રકરણ બહાર આવ્યું છે. કોટા વિભાગમાં રામગંજમંડીથી ભોપાલ જતાં નવા રેલ્વે માર્ગ પર ગુરુવારે રાત્રે આ ઘટના ઘટી હતી.
ઝાલરાપાટનથી જુનાખેડા સ્ટેશનોની વચ્ચેના 25000 વોલ્ટેજ ના ઓવ્હરહેડ વાયરોને ચોરી કાપીને લઈ ગયા. પશ્ચિમ મધ્ય રેલ્વેના પ્રધાન મુખ્ય સુરક્ષા આયુક્તના અધિકારી એ ઘટનાસ્થળની સવિસ્તાર માહિતી લીધી હતી અને ત્યાર બાદ રેલવે પોલીસમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને આ પ્રકરણ અંગે તપાસ પણ શરૂ કરવામાં આવી છે. આ ચોરી કરેલા ઓવ્હરહેડ વાયરની કિંમત અંદાજે દસ લાખ રૂપિયા આંકવામાં આવે છે.
મહારાષ્ટ્રના વેપારીઓની માંગણી, કુલ ૨૪ હજાર કરોડનું નુકસાન થયું છે હવે કે સરકાર પેકેજ જાહેર કરે.
