ન્યુઝ કંટીન્યુઝ બ્યુરો.
મુંબઈ, 23 એપ્રિલ 2021.
શુક્રવાર.
દેશમાં કોરોનાના પગલે જાતજાતના સમાચારો આવતા રહે છે. દેશમાં કોરોના સંક્રમિતોના આંકડા, હોસ્પિટલમાં આઈસીયુ બેડની કમી, ઇન્જેક્શન, વેક્સિન તેમજ ઓક્સિજનની અછત જેવા વિષયો પર ચર્ચા થતી રહે છે. આવા નકારાત્મક સમાચારોની વચ્ચે એક સકારાત્મક સમાચાર પ્રકાશમાં આવ્યો છે અને તે છે હરિયાણાનો.
હરિયાણાના જિંદ જિલ્લામાં કોરોનાની વેક્સિનના લગભગ 1700 ડોઝ ચોરી થયાના બનાવ બાદ ચકચાર મચી ગઇ હતી. કોવિશિલ્ડ અને કોવેક્સિનના ડોઝ ભરેલી બેગ જીંદની જનરલ હોસ્પિટલ ખાતેથી ચોરી થઇ ગઇ હતી. પરંતુ પોતાની ભૂલ સમજાતા ચોરે જાતે જ ચોરી કરેલા વેક્સિનના ડોઝ પરત કરી દીધા છે. સાથે એક ચિઠ્ઠી પણ મૂકી છે, જેમાં લખ્યું છે. 'માફ કરશો મને ખબર નથી કે કરોનાની દવા છે.' મીડિયા રિપોર્ટ પ્રમાણે, રાત્રે લગભગ 12:30 વાગ્યે એક અજાણ્યો શખ્સ જિંદ પોલીસ સ્ટેશનની બહાર આવેલી ચાની દુકાન પાસે એક વૃદ્ધ વ્યક્તિને બેગ આપીને જતો રહ્યો હતો. આ બેગમાં કોવિશિલ્ડ અને કોવેક્સિનના 1,710 ડોઝ હતા.
વિશ્વના અનેક દેશો સહિત બાબા નિત્યાનંદે પણ પોતાના ધામમાં ભારતીયોના પ્રવેશ પર રોક લગાવી
હાલ, આ મામલાની તપાસ હાથ ધરવામાં આવી છે અને તે ચોરની પણ શોધખોળ ચાલી રહી છે.