ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, ૨૧ જુલાઈ, ૨૦૨૧
બુધવાર
અરવલ્લીની પર્વતમાળાઓથી ઘેરાયેલા ઇડરમાં હાલ ડુંગરોના ખનનનું કામ ચાલી રહ્યું છે. સદીના મહાનાયક અમિતાભ બચ્ચનને કારણે પ્રખ્યાત થયેલા ડુંગરનું પણ ખનનકારોએ નામોનિશાન મિટાવી દીધું છે અને ત્યાની ૨૦૦ ફૂટ જેટલી જમીનમાં ખનનનું કામ પૂરજોશમાં થઇ રહ્યું છે. અમિતાભ બચ્ચને પોતાના આલ્બમ કભી-કભી માટે ઇડરના લાડોલા ગામના ડુંગર પર સેટ બનાવ્યો હતો.
આ ડુંગર ‘અમિતાભવાળા’ તરીકે બાદમાં ખ્યાતનામ થયો હતો. જોકે, હવે આ ડુંગર અદ્રશ્ય થઇ ગયો છે. સાપાવાડા ગામના એક સ્થાનિક વ્યક્તિએ આ ખનનનો વિરોધ કર્યો હતો. તેમણે લડત ચલાવતા મોટી સફળતા મળી હતી અને તે ગામની સીમમાં થતું ખનન રોકવામાં આવ્યું હતું, પરંતુ અમિતાભવાળા ડુંગર બીજા રેવેન્યુ વિલેજમાં હોવાથી તેનું કામ અટકાવી શકાયું ન હતું.
ઇઝરાયલના નિશાના પર છે યુનિલીવરની આ બ્રાન્ડ; જાણો શું છે સમગ્ર મામલો અહીં
ઉલ્લેખનીય છે કે સ્થાનિક પ્રશાસન આ મામલો ગંભીરતાથી લેતો નથી. ફરિયાદ મળતા મશીનો જપ્ત કરવા જેવી કાર્યવાહી અને વાર કરવામાં આવે છે, પરંતુ આ ખનનકારો વિરુદ્ધ કડક કાયદાકીય કાર્યવાહી હજી સુધી કરાઈ નથી. એક તરફ જયારે સરકાર હેરીટેજ બચાવવાનું કહે છે ત્યારે સ્થાનિક પ્રશાસનની આ ચુપકીદી સદંતર વિરોધાભાસી જણાય છે.
Join Our WhatsApp Community