183
Join Our WhatsApp Community
ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ. 24 ડિસેમ્બર 2021
શુક્રવાર.
ભારત સહિત વિશ્વભરમાં કોરોના વાઇરસના નવા વેરિઅન્ટ ઓમિક્રોનના કેસો ઝડપથી વધી રહ્યા છે.
ઓમિક્રોનના કેસોની વધી રહેલી સંખ્યાને ધ્યાનમાં રાખીને ગુજરાત, ઉત્તર પ્રદેશ, હરિયાણા, રાજસ્થાન, મધ્ય પ્રદેશમાં રાત્રી કર્ફ્યુ લાગુ કરાયો છે.
મહારાષ્ટ્રમાં જાહેર સ્થળો પર રાત્રે નવ વાગ્યાથી સવારના છ વાગ્યા સુધી 144 લાગુ કરાઇ છે.
એટલે કે આ સમય દરમિયાન જાહેર સ્થળો પર પાંચથી વધુ લોકો એકઠા નહીં થઇ શકે.
ભારતમાં છેલ્લા 24 કલાકમાં ઓમિક્રોનના નવા 122 કેસો સામે આવ્યા છે જે સાથે જ આ વેરિઅન્ટના કુલ કેસોની સંખ્યા વધીને 480 સુધી પહોંચી ગઇ છે.
વિશ્વભરમાં આશરે 108થી વધુ દેશોમાં ઓમિક્રોન ફેલાઇ ચુક્યો છે અને વૈશ્વિક કુલ કેસોની સંખ્યા વધીને 1.51 લાખને પાર પહોંચી ગઇ છે.
You Might Be Interested In