ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
જયપુર
20 જુલાઈ 2020
માનવતાને શરમજનક બનાવનારી સૌથી દુ: ખદ અને હ્રદયસ્પર્શી ઘટના રાજસ્થાનમાં ઘટી છે.
કેરળમાં માદા હાથણીની નિર્દયતા પૂર્વક હત્યા કર્યા બાદ રાજસ્થાનના ચુરુ જિલ્લામાં સરદારશહરની કોર્ટમાં એક હ્રદયસ્પર્શી કેસ આવ્યો છે. વાસ્તવમાં એક ઊંટનું બચ્ચું એક વ્યક્તિના ખેતરમાં ઘુસી ગયું ત્યારે ત્યાંના ક્રૂર યુવકોએ આ બાળ ઊંટના પગ કાપી નાખી, ઘૃણાસ્પદ રીતે તેના પગના હાડકાં પણ કાઢીને ફેંકી દીધાં. નોંધનીય વાત એ છે કે ઊંટ રાજસ્થાનનું રાજ્ય પ્રાણી છે.
એક તરફ ઉત્તરાખંડ જેવું રાજ્ય છે જયાં ઘોડાના તૂટેલા પગ માટે અમેરિકાથી ડોકટરો બોલાવવામાં આવ્યા હતા. બીજી બાજુ રાજસ્થાન અને કેરળના ઉદાહરણો છે. જ્યાં, માનવતાને શરમજનક બનાવતી ઘટનાઓ ઘટી છે. જ્યારે આપણો ધર્મ તો જીવદયા અને પ્રાણી પ્રત્યે અનુકંપા શીખવે છે.
હવે પ્રાણી પ્રેમીઓ અને સ્થાનિક લોકોએ સરદારશહેર વહીવટ અને રાજસ્થાન સરકાર સામે માંગ કરી છે કે દોષીઓને સખત સજા આપવામાં આવે. ભારત સરકારના વન અને પર્યાવરણ મંત્રાલયે આની નોંધ લઈ વાયરલ વીડિઓ પરથી ત્રણ આરોપીની ધરપકડ કરી છે. ત્રણેએ કબૂલ્યું છે કે તેઓના ખેતરમાં ઘૂસી આવેલા ઊંટના પગ ગુસ્સામાં તેમણે જ કાપ્યાં છે…
ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ.
News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)
YouTube : https://www.youtube.com/NewsContinuous
Twitter : https://twitter.com/NewsContinuous
Facebook : https://www.facebook.com/newscontinuous
Instagram : https://www.instagram.com/newscontinuous/
Email : TheNewsContinuous@gmail.com