ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ. 11 ડિસેમ્બર 2021
શનિવાર.
એક તરફ મહારાષ્ટ્રમાં કોરોના નિયંત્રણમાં આવ્યો છે ત્યારે દિવસેને દિવસે ઓમીક્રોનના કેસમાં વધારો થઈ રહ્યો છે. તેમાં હવે પીંપરી-ચિંચવડમાં એક સાડા ત્રણ વર્ષના બાળકને ઓમીક્રોનનો ચેપ લાગ્યો હોવાનું બહાર આવતા સરકારની ચિંતા વધી ગઈ છે. રાજયમાં અત્યાર સુધી ઓમીક્રોનના સાડા ત્રણ વર્ષના બાળક સહિત કુલ 17 કેસ થઈ ગયા છે.
રાજયમાં શુક્રવારે કોરોનાના 695 કેસ નોધાયા હતા. તેમાંથી મુંબઈમાં ઓમીક્રોનના ત્રણ કેસ હતા. તો પિંપરી-ચિંચવડમાં ચાર કેસ મળીને રાજયમાં શુક્રવારે કુલ સાત નવા કેસ ઓમીક્રોનના નોંધાયા હતા. મુંબઈમાં નોંધાયેલા ત્રણ કેસમાં પ્રવાસી ટાન્ઝાનિયા, બ્રિટન અને દક્ષિણ આફ્રીકના નૈરોબીથી આવેલા હતા. તેમની ઉંમર અનુક્રમે 48,25 અને 37 છે.
જયારે પિંપરી ચિંચવડમાં ચાર કે નોંધાયા હતા, જેમાં એક નાઈજિરિયન મહિલાના સંપર્કમાં આવ્યા બાદ ત્રણ લોકોને ચેપ લાગ્યો હતો. તમામ લોકોમાં સૌમ્ય લક્ષણો છે. તેમને હોસ્પિટલમાં સારવાર માટે રાખવામા આવ્યા છે.
શુક્રવારે ઓમીક્રોનના સાત કેસ નોંધાયા હતા, તેમાંથી ચાર લોકો વેક્સિનના બંને ડોઝ લીધા હતા. તો એક દર્દીએ વેક્સિનનો સિંગલ ડોઝ લીધો હતો. તો એક દર્દીએ હજી સુધી વેક્સિન લીધી નથી. તો સાડા ત્રણ વર્ષનો બાળક વેક્સિન માટે એલીજીબલ નથી. સાતમાંથી ચારમા કોરોનાના કોઈ લક્ષણો નથી. તો 3 દર્દીમાં સૌમ્ય લક્ષણો છે.