ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
15 જુન 2020
હજુ ચાર દિવસ પહેલાં જ ચંદ્રપુર ના તાડોબા અંધારી વાઘ અભ્યારણ માંથી તળાવને કિનારે વાઘણ મૃત અવસ્થામાં મળી આવી હતી, તેના મોતનું કારણ હજી મળ્યું નથી. ત્યાં તરુણ અવસ્થામાં પગ મૂકી રહેલા દોઢથી બે વર્ષના બાળ સિંહોના મૃત્યુથી ખળભળાટ મચી ગઈ છે. તાડોબા ના ઘનઘોર જંગલોમાં બળ સિંહોના મૃત્યુ કેવી રીતે થયા? કેમ થયા? કોણે કર્યા? વગેરે સવાલો હાલ ચર્ચાઈ રહ્યા છે.
જે તળાવ નજીક મોત થયા છે તે જ સ્થળે થોડા સમય પહેલાં કેટલાક વાંદરાઓના મોત પણ થયા છે. આથી વનવિભાગના અધિકારીઓ એ રીતે પણ તપાસ કરી રહી છે કે કદાચ તળાવનું પાણી તો દૂષિત નથી થયું ને!? જે માટે પાણીના નમૂના લઈ ફોરેન્સિક લેબોરેટરીમાં મોકલી દેવામાં આવ્યા છે.
દરમિયાન તાડોબા અંધારી પ્રકલ્પ વાઘ ની જાળવણી કરવા માટે ખાસ બનાવવામાં આવ્યું છે. વાઘ માટેના સંવર્ધન વિભાગમાં ચાર દિવસોમાં ત્રણ વાઘના મોત નિપજતા વનવિભાગના કર્મચારીઓ પણ ગભરાઈ ગયા છે. ઉલ્લેખનીય છે કે અહીં અડીને આવેલા આસપાસના ગામોમાં ખેતી કરવામાં આવે છે. આથી એ દિશામાં પણ તપાસ કરવામાં આવી રહી છે કે ક્યાંક કોઈનો પાક ખરાબ થવાથી ગામવાસીઓએ તો વાધો ને માર્યા નથી.. હાલ આ તમામ સવાલોના જવાબ માટે ફોરેન્સીક રિપોર્ટની રાહ જોવાઇ રહી છે….