ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
12 જુન 2020
કિરીટ સોમૈયાએ કેટલાક કોરોના ચેપગ્રસ્ત લોકોનો લાશો હોસ્પિટલો માંથી ગાયબ થવાનો મુદ્દો ઉઠાવ્યો છે.. આ સંદર્ભમાં, તેમણે મહારાષ્ટ્રના આરોગ્ય પ્રધાન રાજેશ ટોપે અને ગૃહ પ્રધાન અનિલ દેશમુખને એક એક પત્ર પણ લખ્યા હતા અને દોષિતો સામે કાર્યવાહી કરવાની માંગ કરી હતી. જોકે આ મુદ્દે તેમને હજુ કોઈ ઉત્તર મળ્યો નથી.
કિરીટ સોમૈયાએ આ જ મુદ્દે આજે મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગતસિંહ કોશીયારીને મળ્યા હતા અને કોરોનાને મુદ્દે મહારાષ્ટ્રની સરકાર ફેલ હોવાનું જણાવી એક નિવેદન રાજ્યપાલને આપ્યું હતું..
સૌમૈયાએ પત્ર મા વધુ જણાવ્યું હતું કે "કોરોનાના દર્દીઓ સંઘર્ષ કરી રહ્યા છે, તે જ સમયે બીકેસીમા આવેલી હોસ્પિટલના 1087 બેડમાંથી ફક્ત 315 પથારી જ સરકારે કબ્જે કર્યા છે. અહીં મોટી સંખ્યામાં આઇસીયુ બેડની તાત્કાલિક જરૂરિયાત છે પરંતુ એક પણ આઈસીયુ બેડ તૈયાર નથી. આ સાતબે જ તેમને નેસ્કો હોસ્પિટલ ગોરેગાંવમાં પણ આવી જ સ્થિતિ કેમ છે ???
શું ઠાકરે સરકાર આનો જવાબ આપશે એવો પ્રશ્ન પૂછ્યો છે….