ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 6 ઑગસ્ટ, 2021
શુક્રવાર
ટોક્યો ઓલમ્પિકમાં ભારતીય મહિલા હોકી ટીમએ શાનદાર પ્રદર્શન કર્યું છે.
તેમને ભલે મેડલ નથી મળ્યું, પરંતુ પોતાની અંતિમ મેચમાં ટીમે શ્રેષ્ઠ રમતનું પ્રદર્શન કર્યું અને બ્રોન્ઝ મેડલ ચૂકી ગયા.
હરિયાણા સરકારે ભારતીય મહિલા હોકી ટીમમાં સામેલ રાજ્યની 9 દીકરીઓને 50-50 લાખ રૂપિયાનું પુરસ્કાર આપવાની ઘોષણા કરી છે.
હરિયાણાના મુખ્યમંત્રી મનોહર લાલ ખટ્ટરે આ ઘોષણા કરી અને કહ્યું કે ભારતીય મહિલા હોકી ટીમ રાની ઝાંસીની જેમ અંત સુધી લડી છે.
ભારતીય મહિલા હોકી ટીમે ટોક્યો ઓલિમ્પિકના મેદાનમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન ગ્રેટ બ્રિટન સામે બ્રોન્ઝ મેડલની લડાઈ લડી હતી.
ભારતીય રેલવેએ ચાલતી ટ્રેનોમાંથી દૂર કરી આ મફત સુવિધા, સરકારે આપી માહિતી ; જાણો વિગતે
