ન્યુઝ કંટીન્યૂઝ.
રાજસ્થાનમાં સરકાર બનાવવા માટેનો જાદુઇ આંકડો ૨૦૦નો છે. જો સચિન પાયલટ તેના સમર્થકો સાથે ભાજપમાં શામેલ થઈ જાય તો રાજસ્થાનની ગહેલોત સરકારને વિપક્ષમાં બેસવું પડે તેમ છે. રાજસ્થાનની કોંગ્રેસ સરકારના માથે નું સંકટ હવે ઘેરુ બન્યું છે. સચિન પાયલટ એ નિવેદન આપ્યું છે કે તેમની પાસે કુલ ૩૦ જેટલા ધારાસભ્યોનો ટેકો છે. તેવી શક્યતા વર્તાઇ આવવામાં આવી રહી છે કે આજે તેઓ ભાજપનો કેસરીયો ખેસ ધારણ કરશે.
સચિન પાયલટ, નવી દિલ્હીમાં તેના મિત્ર અને કોંગ્રેસના બંડખોર જ્યોતિરાદિત્ય સિંધિયાને મળ્યા. બંને વચ્ચે શું ચર્ચા થઈ છે તે સંદર્ભે જાણકારી પ્રાપ્ત થઇ નથી.પરંતુ સચિન પાયલટ ની ઓફિસ દ્વારા જણાવવામાં આવ્યું છે કે રાજસ્થાન કોંગ્રેસની બેઠકમાં તેઓ અને તેમના સમર્થકો નહીં જાય.
બીજી તરફ ભારતીય જનતા પાર્ટીમાં કોઈ પ્રકારની હલચલ જોવા મળી રહી નથી. એવું લાગી રહ્યું છે કે ભાજપ થોભો અને રાહ જુઓની નીતિ અપનાવી રહ્યું છે. આજનો દિવસ રાજસ્થાન કોંગ્રેસ માટે અઘરો છે.