News Continuous Bureau | Mumbai
પીએમ નરેન્દ્રભાઈ મોદીના માતૃશ્રી હીરા બા નાં નિધનને પગલે હાલમાં વડનગર શહેર અને મહેસાણા જિલ્લા સહિત ભારત નાં લોકો શોકમગ્ન બન્યા છે ત્યારે વડનગરના નાગરિકોએ સમગ્ર વડનગર એ મા ગુમાવી હોવાનું દુઃખ વ્યક્ત કર્યું હતું. વડનગર સાથે હીરાબાની અનેક યાદો જોડાયેલી છે વડનગરમાં હીરાબા નીડર મહિલા તરીકે ઓળખ ધરાવતા હતા ત્યારે વડનગરના વેપારીઓ દ્વારા આજરોજ એકઠા થઈ અને ત્રણ દિવસ માટે બંધ પાળી શ્રદ્ધાંજલિ આપવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો જેના પગલે આજરોજ વડનગર શહેર નું બજાર આજ સવારથી જ સંપૂર્ણપણે બંધ જોવા મળ્યું હતું તો બીજી બાજુ હીરાબા ને લઈ વડનગર ખાતે શાળા સંકુલમાં પ્રાર્થના સભા યોજવામાં આવિં હતી સરસ્વતી વિદ્યાલય વડનગર , બી એન હાઇસ્કુલ વડનગર ખાતે બાળકો એ શ્રદ્ધાંજલિ અર્પી હતી પ્રભુ ને પ્રાર્થના કરી ને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી તો આજરોજ વડનગર શહેર ની સ્કૂલ નાં બાળકો ને પ્રાથના કરી સ્કૂલ થી છોડી મૂકવામાં આવ્યા હતા તેમજ આગામી 1 જાન્યુઆરી નાં રોજ વડનગર ખાતે બેસણા યોજાશે.
આ સમાચાર પણ વાંચો: હીરાબાની ચીર વિદાય.. પંચમહાભૂતમાં વિલીન થયા હીરાબા, PM મોદીએ આપી મુખાગ્ની.. જુઓ વિડીયો..