News Continuous Bureau | Mumbai
Train cancel Update : પૂર્વોત્તર રેલવેના કુસમ્હી-ગોરખપુર-ગોરખપુર કેન્ટ સ્ટેશનો વચ્ચે ત્રીજી લાઈનના સંબંધમાં નૉન ઈન્ટરલોકિંગ કામને લીધે અમદાવાદ મંડળથી ચાલતી/પસાર થતી કેટલીક ટ્રેનો પ્રભાવિત રહેશે. જેની વિગતો નીચે મુજબ છે :
Train cancel Update : પૂર્ણપણે રદ ટ્રેનો
1. 17, 19, 24, 26 એપ્રિલ તથા 1 મે 2025 ના રોજ સાબરમતીથી ચાલનારી ટ્રેન નંબર 19409 સાબરમતી-ગોરખપુર એક્સપ્રેસ
2. 19,21, 26, 28 એપ્રિલ તથા 3 મે 2025 ના રોજ ગોરખપુરથી ચાલનારી ટ્રેન નંબર 19410 ગોરખપુર-સાબરમતી એક્સપ્રેસ
3. 25 એપ્રિલ 2025 ના રોજ ગાંધીધામથી ચાલનારી ટ્રેન નંબર 09451 ગાંધીધામ-ભાગલપુર સ્પેશિયલ
4. 28 એપ્રિલ 2025 ના રોજ ભાગલપુરથી ચાલનારી ટ્રેન નંબર 09452 ભાગલપુર-ગાંધીધામ સ્પેશિયલ
5. 24 એપ્રિલ અને 01 મે 2025 ના રોજ ગોરખપુરથી ચાલનારી ટ્રેન નંબર 15045 ગોરખપુર-ઓખા એક્સપ્રેસ
6. 27 એપ્રિલ અને 04 મે 2025 ના રોજ ઓખાથી ચાલનારી ટ્રેન નંબર 15046 ઓખા-ગોરખપુર એક્સપ્રેસ
Train cancel Update : આંશિક રદ ટ્રેનો
1. 12 એપ્રિલથી 3 મે 2025 સુધી (સોમવાર સિવાય) અમદાવાદથી ચાલનારી ટ્રેન નંબર 19489 અમદાવાદ-ગોરખપુર એક્સપ્રેસ વારાણસી સ્ટેશન પર શોર્ટ ટર્મિનેટ થશે તથા આ ટ્રેન વારાણસી-ગોરખપુર વચ્ચે આંશિક રદ રહેશે.
2. 13 એપ્રિલથી 4 મે 2025 સુધી (મંગળવાર સિવાય) ટ્રેન નંબર 19490 ગોરખપુર-અમદાવાદ એક્સપ્રેસ વારાણસીથી શોર્ટ ઓરિજિનેટ થશે તથા ગોરખપુર-વારાણસી વચ્ચે આંશિક રદ રહેશે.
આ સમાચાર પણ વાંચો : Summer Special Train : રેલયાત્રીઓને હવે નહીં થાય અસુવિધા, પશ્ચિમ રેલવે કરશે વધુ 3 જોડી હોળી અને સમર સ્પેશિયલ ટ્રેનોનું સંચાલન…
Train cancel Update : પરિવર્તિત માર્ગથી ચાલનારી ટ્રેનો
1. 11 એપ્રિલ 2025 ની ટ્રેન નંબર 09451 ગાંધીધામ-ભાગલપુર એક્સપ્રેસ નિર્ધારિત માર્ગ બારાબંકી-ગોંડા-ગોરખપુર-પનિયાહવા-મુઝફ્ફરપુરને બદલે પરિવર્તિત માર્ગ વાયા બારાબંકી-અયોધ્યા કેન્ટ-શાહગંજ-વારાણસી-ઔડિહાર-છપરા-મુઝફ્ફરપુરના રસ્તે ચાલશે.
2. 14 એપ્રિલ 2025 ની ટ્રેન નંબર 09452 ભાગલપુર-ગાંધીધામ એક્સપ્રેસ નિર્ધારિત માર્ગ મુઝફ્ફરપુર-પનિયાહવા-ગોરખપુર-ગોંડા-બારાબંકીને બદલે પરિવર્તિત માર્ગ વાયા મુઝફ્ફરપુર-છપરા-ઔડિહાર-વારાણસી-શાહગંજ-અયોધ્યા કેન્ટ-બારાબંકીના રસ્તે ચાલશે.
3. 10,11,24 એપ્રિલ અને 01 મે 2025 ની ટ્રેન નંબર 19269 પોરબંદર-મુઝફ્ફરપુર એક્સપ્રેસ નિર્ધારિત માર્ગ બારાબંકી-ગોંડા-ગોરખપુર-પનિયાહવા-મુઝફ્ફરપુરને બદલે પરિવર્તિત માર્ગ વાયા બારાબંકી-શાહગંજ-મઊ-ફેફના-છપરા-મુઝફ્ફરપુરના રસ્તે ચાલશે.
યાત્રીઓને વિનંતી છે કે કૃપા કરીને ઉપરોક્ત ફેરફારને ધ્યાનમાં રાખીને યાત્રા કરે. ટ્રેનોના સમય, રોકાણ અને સંરચના વિશે વિગતવાર માહિતી માટે, યાત્રી કૃપા કરીને www.enquiry.indianrail.gov.in પર જઈને અવલોકન કરી શકે છે.
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.