News Continuous Bureau | Mumbai
- છત્તીસગઢની નારાયણપુર ટીમે દ્વિતીય અને છત્તીસગઢની બસ્તર ટીમ તૃતીય સ્થાન મેળવ્યું: વિજેતા ટીમોને રોકડ પુરસ્કાર અને પ્રશસ્તિપત્ર આપી સન્માનિત કરાયા
- ઝારખંડ, છત્તીસગઢ અને મહારાષ્ટ્રના નક્સલ પ્રભાવિત વિસ્તારોના ૨૦૦ આદિવાસી યુવાનોએ ગુજરાતની સંસ્કૃતિ, વિકાસ અને આતિથ્યની અનુભૂતિ કરી
Tribal Youth Exchange: નહેરૂ યુવા કેન્દ્ર-સુરત દ્વારા કેન્દ્રીય ગૃહ મંત્રાલયના સહયોગથી આદિવાસી યુવાનોને રાષ્ટ્રીય પ્રવાહ સાથે જોડવા, સાંસ્કૃતિક વૈવિધ્યને ઉજાગર કરવા અને ગુજરાતના વિકાસની પ્રેરણાત્મક ઝાંખી અન્ય રાજ્યોના આદિજાતિ યુવાનો કરે એવા આશયથી સુરતમાં આયોજિત ૧૬મા આદિવાસી યુવા વિનિમય કાર્યક્રમનું સમાપન થયું હતું.
ઝારખંડ, છત્તીસગઢ અને મહારાષ્ટ્રના નક્સલ પ્રભાવિત વિસ્તારોના ૨૦૦ આદિવાસી યુવાનોએ સુરતની સ્થાનિક રહેણીકરણી, ઔદ્યોગિક વિકાસ, ગુજરાતની સંસ્કૃતિ, વિકાસ અને આતિથ્યની અનુભૂતિ કરી હતી. અંતિમ દિવસે સાંસ્કૃતિક સ્પર્ધામાં ઝારખંડના પશ્ચિમ સિંહભૂમ ટીમે પ્રથમ સ્થાન મેળવી રૂ.૧૦,૦૦૦ ની ઇનામી રાશિ જીતી હતી. છત્તીસગઢના નારાયણપુર ટીમે દ્વિતીય સ્થાન મેળવી રૂ.૫,૦૦૦ જ્યારે છત્તીસગઢના બસ્તર ટીમ તૃતીય સ્થાને રહેતા રૂ.૩,૦૦૦ નો પુરસ્કાર એનાયત કરાયા હતા.
આ સમાચાર પણ વાંચો: Price Support Scheme: સરકાર PSS હેઠળ તુવેરની ટેકાના ભાવે ખરીદી કરશે, આ તારીખ સુધી કરવામાં આવશે ઓનલાઇન નોંધણી
જિલ્લા યુવા અધિકારી સચિન શર્માના માર્ગદર્શનમાં સુરતમાં આયોજિત આ કાર્યક્રમમાં ચેમ્બર ઑફ કોમર્સના અધ્યક્ષ શ્રી વિજયભાઈ મેવાવાલાએ ઉપસ્થિત રહી જણાવ્યું કે, યુવા વિનિમય કાર્યક્રમ યુવાનો માટે એક ઉત્તમ તક છે, જેનાથી વિવિધ સંસ્કૃતિઓને સમજવા અને રાષ્ટ્રીય એકતાની ભાવનાને મજબૂત કરવા માટે યુવાનો પ્રેરાય છે. કાર્યક્રમમાં વિવિધ રાજ્યોના આદિવાસી યુવાનો દ્વારા પરંપરાગત નૃત્ય, સંગીત, નાટક અને હસ્તકલાનું પ્રદર્શન કરાયું હતું. વિજેતા તેમજ તમામ ભાગ લેનાર યુવાનોને પ્રમાણપત્ર આપી સન્માનિત કરાયા હતા.
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed