News Continuous Bureau | Mumbai
- કેન્દ્ર દ્વારા તૈનાત NDRFની 11 ટીમો, આર્મીની 3 ટુકડીઓ અને ભારતીય વાયુસેનાના 4 હેલિકોપ્ટર પહેલાથી જ રાજ્ય સરકારને રાહત અને બચાવ કામગીરીમાં મદદ કરી રહ્યાં છે
- આ મુશ્કેલ સમયમાં મોદી સરકાર ત્રિપુરાની અમારી બહેનો અને ભાઈઓ સાથે ખભે ખભા મિલાવીને ઉભી છે – શ્રી અમિત શાહ
Tripura floods:પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ ભારત સરકારે પૂરથી પ્રભાવિત ત્રિપુરાના લોકોને રાહત આપવા માટે SDRFના કેન્દ્રીય હિસ્સા તરીકે અગાઉથી રૂ. 40 કરોડની ફાળવણીને મંજૂરી આપી છે.
X પ્લેટફોર્મ પરની એક પોસ્ટમાં, કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે કહ્યું કે NDRFની 11 ટીમો, સેનાની 3 ટુકડીઓ અને કેન્દ્ર દ્વારા તૈનાત ભારતીય વાયુસેનાના 4 હેલિકોપ્ટર પહેલાથી જ રાજ્ય સરકારને રાહત અને બચાવ કામગીરીમાં મદદ કરી રહ્યાં છે. તેમણે કહ્યું કે આ મુશ્કેલ સમયમાં મોદી સરકાર ત્રિપુરાની અમારી બહેનો અને ભાઈઓ સાથે ખભે ખભા મિલાવીને ઉભી છે.
Given the flood situation in Tripura, the central govt, under the leadership of Modi Ji, has approved the release of ₹40 crore in advance, as the central share from SDRF, to provide relief to the affected people. The 11 NDRF teams, 3 columns of the Army, and 4 helicopters of the…
— Amit Shah (@AmitShah) August 23, 2024
આ સમાચાર પણ વાંચોઃGarudeshwar weir Dam: માઁ નર્મદા-માઁ રેવા ખળ ખળ વહેતી હોય ત્યારે ગરૂડેશ્વર વિયર ડેમ ઓવરફ્લો, મનમોહક નજારો નિહાળવા સહેલાણીઓ ઉમટ્યા