ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, ૨૩ જુલાઈ, ૨૦૨૧
શુક્રવાર
કોરોના મહામારીને કારણે ફક્ત મહારાષ્ટ્રમાં જ નહીં, પરંતુ સમગ્ર વિશ્વમાં વિદ્યાર્થીઓ ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે. દેશની શાળાઓ કોરોનાના સંકટને કારણે બંધ હોવા છતાં, શિક્ષણ ઑનલાઇન પદ્ધતિથી ચાલુ છે. કોરોનાની બીજી લહેર અને સંભવિત ત્રીજી લહેરને કારણે આ વર્ષે પણ શૈક્ષણિક વર્ષ ઑનલાઇન શરૂ થયું છે. ઑનલાઇન શિક્ષણની મર્યાદાઓને કારણે ગયા વર્ષે અભ્યાસક્રમમાં 25 ટકાનો ઘટાડો કરાયો હતો.
હવે ગત વર્ષની જેમ આ વર્ષે પણ મહારાષ્ટ્રમાં અભ્યાસક્રમમાં 25 ટકાનો ઘટાડો કરવામાં આવ્યો છે. ઘણા શિક્ષકોનાં યુનિયનો અને શાળાના આચાર્યો તરફથી શિક્ષણપ્રધાન વર્ષા ગાયકવાડ પાસે શાળાના અભ્યાસક્રમમાં 25 ટકા ઘટાડો કરવાની માગ કરી હતી. રાજ્યમાં કોરોના દ્વારા સર્જાયેલી પરિસ્થિતિને કારણે મહારાષ્ટ્ર રાજ્ય શિક્ષણ બોર્ડ દ્વારા શાળાના અભ્યાસક્રમ ઘટાડવાનો નિર્ણય જાહેર કરવામાં આવ્યો છે.
અમેરિકાએ તાલિબાન પર હવાઈ હુમલો કર્યો, જતા જતા ખુન્નસ ઉતાર્યું. જાણો વિગત.
ઉલ્લેખનીય છે કે વિદ્યાર્થીઓના હિત અને શિક્ષકો સહિત વાલી મંડળો દ્વારા કરવામાં આવતી માગને ધ્યાનમાં લઈને શિક્ષણ વિભાગ દ્વારા આ શૈક્ષણિક વર્ષના અભ્યાસક્રમમાં 25% ઘટાડો કરીને વિદ્યાર્થીઓને મોટી રાહત આપવામાં આવી છે. હવે આ વર્ષે પણ પહેલા ધોરણથી બારમા ધોરણના વિદ્યાર્થીઓના અભ્યાસક્રમમાં આ ઘટાડો કરવામાં આવ્યો છે.