News Continuous Bureau | Mumbai
પૂરા ભારતમાં સિંહોની સૌથી વધુ વસ્તી ગુજરાતમાં હોવાનું કહેવાય છે. એક તરફ ગુજરાતમાં સિંહની વસ્તી વધી રહી હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે તે વચ્ચે છેલ્લા બે વર્ષમાં 283 સિંહના મોત થયા હોવાનું સરકારે જાહેર કર્યું છે.
ગુજરાતમાં હાલ 674 સિંહો વસવાટ કરી રહ્યા હોવાનું સરકારે જાહેર કર્યું છે. તે વચ્ચે છેલ્લા બે વર્ષમાં અકસ્માતથી અને કુદરતી રીતે 283 સિંહના મૃત્યુ થયાં હોવાની માહિતી બહાર આવી છે.
ગુજરાત વિધાનસભામાં વન વિભાગે આપેલા જવાબ મુજબ 31 ડિસેમ્બર, 2021ના ગીર અભયારણ્યમાં 345 અને ગીર અભ્યારણ ની બહાર 329 સિંહની વસ્તી છે, જેમાં 206 નર, 309 માદા, 29 બચ્ચા અને 130 વણઓળખાયેલા સિંહ મળીને કુલ 674 સિંહની વસ્તી છે.
છેલ્લા બે વર્ષમાં અકસ્માતથી 29 સિંહોના અને કુદરતી રીતે 254 સિંહોના મળીને કુલ 283 સિંહોના મોત થયા છે, જેમાં 142 જેટલા બચ્ચાઓનો સમાવેશ થાય છે.
ઇલેક્ટ્રિક શોક, કૂવામાં પડી જવાથી, પાણીમાં ડૂબી જવાથી અને રોડ-રેલવે એક્સિડન્ટ અકુદરતી રીતે સિંહોના મોત થયા હતા.
આ સમાચાર પણ વાંચો : કોંગ્રેસની કારમી હાર બાદ નવજોતસિંહ સિદ્ધુએ આપ્યું રાજીનામું, પત્રમાં લખ્યા ફક્ત આ પાંચ શબ્દો; જાણો વિગતે