રાજસ્થાન સરકારે નિભાવ્યું વચન-કન્હૈયાલાલના બંને પુત્રોને આ વિભાગમાં આપી સરકારી નોકરી- જાણો વિગતે  

by Dr. Mayur Parikh

News Continuous Bureau | Mumbai

રાજસ્થાન(Rajasthan)ના મુખ્યમંત્રી અશોક ગેહલોતે(CM Ashok Gehlot) સ્વર્ગસ્થ કન્હૈયાલાલ(Kanhaiya Lal)ના પરિવારને આપેલું વચન પૂરું કર્યું છે. 

ગેહલોત સરકારે ઉદયપુર(Udaipur)ની ઘટના(Murder case)માં મૃત્યુ પામેલા કનૈયાલાલના બંને પુત્રોને સરકારી નોકરી આપી છે.

કર્મચારી વિભાગે યશ તેલીને ટ્રેઝરી ઓફિસ (ગ્રામીણ) ઉદયપુરમાં જુનિયર આસિસ્ટન્ટ તરીકે અને તરુણ કુમાર તેલીને ટ્રેઝરી ઓફિસ (શહેર)માં જુનિયર આસિસ્ટન્ટ તરીકે નિયુક્ત કર્યા છે.

નોકરીમાં જોડાતા પહેલા બંનેને નિયમોનુસાર દસ્તાવેજો જમા કરાવવાની સૂચના આપવામાં આવી છે. 

અગાઉ રાજસ્થાન સરકારે સ્વર્ગસ્થ કન્હૈયાલાલના પરિવારને ₹5100000ની રકમ પણ આપી છે.

આ સમાચાર પણ વાંચો : વરસાદની તારાજી- વસઈમાં ભેખડ ધસી પડી- અનેક ફસાયા- રેસ્ક્યુ ઓપરેશન ચાલુ- જાણો વિગત

Join Our WhatsApp Community

You may also like

Leave a Comment