311
Join Our WhatsApp Community
News Continuous| Mumbai
મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે એ મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું આપી દીધું છે. મોડી રાત્રે 9:30 વાગે સોશિયલ મિડીયા પર પોતાના સંબોધન દરમિયાન તેમણે આ રાજીનામું આપી દીધું હતું. આટલું જ નહીં તેમણે વિધાન પરિષદના સભ્ય પદેથી પણ રાજીનામું આપી દીધું છે.
પોતાના 15 મિનિટ જેટલા સંબોધનમાં તેમણે નારાજ એવા શિવસેનાના ધારાસભ્યો સંદર્ભે કહ્યું હતું કે આવનાર સમયમાં શિવસૈનિકો તેમને પાઠ ભણાવશે.
તેમજ તેમણે કહ્યું હતું કે આવતીકાલે મુંબઈ શહેરમાં શિવસૈનિકો એ રસ્તા પર આવવાની જરૂર નથી.
You Might Be Interested In