Site icon

શું આજે ઉદ્ધવ ઠાકરે રાજીનામું આપશે- અફવાનું બજાર ગરમ

 News Continuous Bureau | Mumbai 

ઉદ્ધવ ઠાકરે(Uddhav Thackeray) બુધવારે મોડી સાંજે પોતાનો સરકારી બંગલો ખાલી કરી દીધો છે તેમજ માતોશ્રી ખાતે પહોંચી ગયા છે. આ ઉપરાંત ગઈકાલે એટલે કે બુધવારના દિવસે સાંજ પછી આદિત્ય ઠાકરે(Aditya Thckeray) પોતાના ટ્વિટર હેન્ડલ(Twitter Handle) પર થી પોતાના સરકારી પદ ડિલિટ કરી નાખ્યા હતા. બપોરે બે વાગ્યે મુખ્યમંત્રીએ કેબિનેટ(Cabinet Meeting)ની બેઠક બોલાવી હતી જેમાં શિવસેનાના એકેય મંત્રી પહોંચ્યા નહોતા. આ કારણથી હવે એવું માનવામાં આવી રહ્યું છે કે ઉદ્ધવ ઠાકરે(Uddhav Thackeray) બીજા પગલા સ્વરૂપે મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું(Resign) આપી દેશે.

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો : મુંબઈ શહેરમાં આજે પોલીસ એલર્ટ- ઘરની બહાર નીકળતા પહેલા વિચારજો- આ કારણથી પોલીસ સુરક્ષા વધારાઈ

આવું માનવા પાછળનું કારણ એમ છે કે બે તૃતીયાંશ બહુમતી માટે એકનાથ શિંદે(Eknath Shinde)ને માત્ર બે ધારાસભ્યો(MLA)ની ખોટ છે. આ બે ધારાસભ્યો મળતાની સાથે જ તેઓ રાજ્યપાલ(Governor) સમક્ષ પ્રસ્તુત થઈને ભારતીય જનતા પાર્ટી(BJP) સાથે સરકાર રચવાનો દાવો રજુ કરી શકે છે. આવી પરિસ્થિતિમાં ઉદ્ધવ ઠાકરેની ઇમેજને મોટું નુકસાન પહોંચશે. આથી એવી ચર્ચા થઈ રહી છે કે ઉદ્ધવ ઠાકરેએ પોતાના પદ પરથી રાજીનામું આપશે.

Single women: એકલ મહિલાઓ માટે પુનર્વિવાહ માટે આર્થિક સહાય; રાજ્ય સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય
Tejashwi Yadav: ‘દરેક મહિલાના ખાતામાં 14 જાન્યુઆરીએ આવશે આટલા હજાર’, પ્રચાર પૂરો થતા પહેલાં તેજસ્વીની મોટી જાહેરાત
Ashish Shelar: મનસે, ફરી મુસ્લિમ મતદારોની અવગણના કરે છે*
Elections: રાજકારણ ગરમાયું! ચૂંટણી પંચ કરશે રાજ્યમાં ચૂંટણીઓની જાહેરાત, પરંતુ શરૂઆત કયા જિલ્લાથી?
Exit mobile version