News Continuous Bureau | Mumbai
મહારાષ્ટ્રમાં ચાલી રહેલા રાજકીય સંકટ(Political crisis) વચ્ચે ગુવાહાટીમાં(Guwahati) બેસી ઠાકરે સરકાર(Thackeray government) સામે મોર્ચો ખોલનાર એકનાથ શિંદે(Eknath Shinde) પ્રથમવાર મીડિયા સામે આવ્યા છે. આ દરમિયાન તેમણે જલદી મુંબઈ પરત આવવાના સંકેત આપ્યા છે.
આજે મહારાષ્ટ્ર સરકારના બળવાખોર નેતા(Rebel leader) એકનાથ શિંદે((Eknath Shinde) ગુવાહાટીની હોટલમાંથી બહાર નીકળ્યા હતા. આ દરમિયાન તેમણે મીડિયા સાથે વાતચીત પણ કરી હતી. તેમણે કહ્યું કે અમે શિવસેનામાં(Shivsena) છીએ અને શિવસેનામાં જ રહીશું. અમે બાળાસાહેબની(Balasaheb) હિંદુત્વ(Hindutva) વિચારધારા સાથે આગળ વધીશું. સાથે તેમણે કહ્યું કે અમે જલદી મુંબઈ જશું. એકનાથ શિંદેએ દાવો કર્યો કે તેમની સાથે કુલ 48 ધારાસભ્યો છે.
આ સમાચાર પણ વાંચો : મહારાષ્ટ્રમાં નવી સરકારને લઈને હલચલ તેજ-દેવેન્દ્ર ફડણવીસ દિલ્હી જવા થયા રવાના
મીડિયામાં પ્રસારિત થયેલા અહેવાલો અનુસાર એકનાથ શિંદે મુંબઈમાં રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારીને(Governor Bhagat Singh Koshyari) મળી શકે છે. આવી સ્થિતિમાં ભાજપ(BJP) સાથે મળીને સરકાર બનાવવાની શક્યતાઓ પર પણ અટકળો તેજ થઈ ગઈ છે. દરમિયાન એવા અહેવાલો પણ છે કે ભાજપે તેના તમામ ધારાસભ્યોને 29 જૂન સુધી મુંબઈ બોલાવ્યા છે.