News Continuous Bureau | Mumbai
મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે(CM Uddhav Thackeray)એ શિવસેના(Shivsena) પાર્ટી ની બેઠક બોલાવી હતી અને આ બેઠકમાં તેમણે શિવસૈનિકો(Shivsainik)ને સીધું આહવાન કર્યું હતું કે આ લડાઈ શિવસૈનિકો અને બંડખોર વચ્ચેની છે. તેમજ તેમણે કહ્યું હતું કે શિવસૈનિકો જેમને મહેનત કરીને ચૂંટણી જીતાડે છે તે લોકો શિવસેના છોડીને જતા રહે છે આ દગો છે.

આ સમાચાર પણ વાંચો : રાજકીય સંકટ વચ્ચે પ્રવક્તા સંજય રાઉતનો આરોપ- કહ્યું- કેન્દ્રીય મંત્રી એનસીપી નેતા શરદ પવારને ધમકી આપી રહ્યા છે-PM મોદીને કરી આ અપીલ
આ સાથે જ તેમણે કહ્યું હતું કે શિવસેનાના પદાધિકારીઓ એકો એક શાખા તેમજ તમામ શિવસૈનિકોના ઘરે જાય અને પાર્ટીની ભૂમિકા કાર્યકર્તાઓને સમજાવે. ઉદ્ધવ ઠાકરેના આહવાન પછી ઠેકઠેકાણે શિવસૈનિકો રસ્તા પર ઉતરી આવ્યા હતા. તેમજ એકનાથ શિંદે(Eknath Shinde)ના પોસ્ટર ફાડી નાંખ્યા હતા. એટલે હવે એક વાત નક્કી છે કે ઉદ્ધવ ઠાકરે શિવસૈનિકો નો ઉપયોગ કરીને બંડખોરી કરી રહેલા ધારાસભ્યોને દબાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે.
